દિલ્હી-મુંબઈ એરપોર્ટ પર મુસાફરોના ફીમાં વધારો થઈ શકે છે; કોર્ટના આદેશ બાદ ટિકિટ ૨૨ ગણી મોંઘી થઈ જશે!

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુસાફરી કરતા મુસાફરોને ટૂંક સમયમાં મોટો ઝટકો લાગી શકે છે. બંને મુખ્ય એરપોર્ટ પર મુસાફરો પર વસૂલવામાં આવતા યુઝર ચાર્જ, જે એરલાઇન ટિકિટનો ભાગ છે, તેમાં ૨૨ ગણો વધારો થઈ શકે છે, જેના કારણે હવાઈ ભાડાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલના તાજેતરના આદેશ પછી આ સંભવિત વધારો થયો છે. આ આદેશ ૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચે એરલાઇન ટેરિફની ગણતરી માટેના ફોર્મ્યુલાનું પુનર્મૂલ્યાંકન કરે છે.

ટેલિકોમ વિવાદ સમાધાન અને અપીલ ટ્રિબ્યુનલના આ નિર્ણયને કારણે, દેશના બે સૌથી વ્યસ્ત એરપોર્ટ, દિલ્હી અને મુંબઈ, પર ૫૦,૦૦૦ કરોડથી વધુના બાકી લેણાંનો બોજ પડ્યો છે. આ રકમ હવે પેસેન્જર ડેવલપમેન્ટ ફી,લેન્ડિંગ ફી અને પાકગ ચાર્જ દ્વારા વસૂલવામાં આવશે, જેની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડશે.

એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી,ઘણી ભારતીય એરલાઇન્સ અને લુથાન્સા, એર ફ્રાન્સ અને ગલ્ફ એર જેવી વિદેશી એરલાઇન્સે ટેલિકોમ વિવાદ સમાધાન અને અપીલ ટ્રિબ્યુનલના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને નિલય વિપિનચંદ્ર અંજારિયાની બેન્ચ બુધવારે આ મામલાની સુનાવણી કરશે.

જો ટેલિકોમ વિવાદ સમાધાન અને અપીલ ટ્રિબ્યુનલનો આદેશ લાગુ કરવામાં આવે, તો યુઝર ડેવલપમેન્ટ ફી નીચે મુજબ વધી શકે છે:

દિલ્હી એરપોર્ટ: ઘરેલુ મુસાફરો: ૧૨૯ થી વધારીને ૧,૨૬૧

આંતરરાષ્ટ્રીય મુસાફરો: ૬૫૦ થી વધારીને ૬,૩૫૬

મુંબઈ એરપોર્ટ: ઘરેલુ મુસાફરો: ૧૭૫ થી વધારીને ૩,૮૫૬

આંતરરાષ્ટ્રીય મુસાફરો: ૬૧૫ થી વધારીને ૧૩,૪૯૫

ટેલિકોમ વિવાદ સમાધાન અને અપીલ ટ્રિબ્યુનલ એ અપીલ સંસ્થા છે જે ટેલિકોમ અને એરપોર્ટ સંબંધિત નાણાકીય વિવાદો સાંભળે છે.

સરકારી અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આટલો નોંધપાત્ર વધારો હવાઈ મુસાફરીની માંગ પર સીધી અસર કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આદેશના ગુણદોષને યાનમાં લીધા વિના, મુસાફરોને એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો વચ્ચે લાંબા કાનૂની વિવાદનો ભોગ બનવું જોઈએ નહીં. રાતોરાત ટિકિટના ભાવમાં આટલો મોટો વધારો પ્રવાસીઓ માટે મોટો આંચકો હશે. એરપોર્ટ કુદરતી એકાધિકાર ધરાવે છે, અને એરલાઇન્સને આ વધારો પસાર કરવાની ફરજ પડશે.

આ મુદ્દાના મૂળ ૨૦૦૬ માં શરૂ થયેલી એરપોર્ટ ખાનગીકરણ પ્રક્રિયામાં છે. એરપોર્ટ ચાર્જ નક્કી કરતી સંસ્થા, એઇઆરએની સ્થાપના એપ્રિલ ૨૦૦૯ માં કરવામાં આવી હતી, જ્યારે દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું નિયંત્રણ ૨૦૦૬ માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી ખાનગી કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ ય્સ્ઇ ગ્રુપ દ્વારા સંચાલિત છે, જ્યારે મુંબઈ એરપોર્ટ તે સમયે જીવીકેની માલિકીનું હતું અને હાલમાં તે અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત છે.