
દે. બારીયા શહેરમાં મેલેરીયાના કેસો વધુના વકરે તેના તકેદારીના સ્વપે વેકટર કંટ્રોલ ટીમને તા.૦૧/૦૭/૨૦૨૬ થી હંગામીના ધોરણે તદ્દન માનદ વેતન ઉપર ઓર્ડર અપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. માત્ર શહેરના પુરતું વેકટર કંટ્રોલ ટીમને કાર્યત કરી છે. ગ્રામીણ માટે કોઈ વેકટર કંટ્રોલ ટીમને કાર્યરત કરી નથી. શહેરમાં દેખાવ પૂરતા ટીમ મોકલી ખાના પુરતી તો કરાતી નથી તે મોટો સવાલ ઉપસ્થિત થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કુલ છ વોર્ડ છે અને તાલુકા મેલેરીયા કચેરીના દ્વારા માત્ર કુલ છ કર્મીઓને વર્ક કરવાના હુકમો આપ્યા છે. ગ્રામીણમાં કેમ નહી તે યક્ષ પ્રશ્ર્ન છે. શું ? ગ્રામ્યમાં મેલેરીયાના મેડીશ માદા મચ્છરો પેદા નહિ થતા હોય તા.૦૭/૦૭/૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે કર્મીઓ ડેમો ફોમ નામની લીકવીડના સ્વપમાં દવા ઢાંકણ પાણીના ટાંકામાં નાખતા જોવા મળ્યા હતા. આ કર્મીઓ ઓછા વેતને હંગામીના ધોરણે સેવા વર્ષોથી બજાવે છે. હાલમાં આ કર્મીઓનો પગારનો પરિપત્ર ૪૧૨ ના લેખે આપવાનું નકકી થયેલ છે. તેમ છતાં આ કર્મીઓને માત્ર ા.૨૬૨ના લેખે પગાર ચુકવણી કરાય છે. શું ? પરિપત્રનો તારીખ થીતેઓને રૂ.૪૧૨ ના લેખે વધારાનું ડીફરન્સ ચુકવવામાં આવશે ખરું ? તેવું હંગામીકક્ષાના કમી મીટ માંડીને આશા સેવી રહ્યા છે.