
દાહોદમાં ઈન્દોૈર-અમદાવાદ હાઈવે પર ગરબાડા ચોકડી નજીક ચાઈનીઝ દોરીનો ભયાનક બનાવ સામે આવ્યો છે. કામ પરથી બાઈક પર ધરે જઈ રહેલા એક યુવકના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવી જતા તેને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને તાત્કાલિ દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેને ગળામાં ૫૦થી વધુ ટાંકા આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
દાહોદમાાં રહેતા દાઉદભાઈ યુસુફભાઈનો પુત્ર મોટરસાયકલ લઈ ધરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ગરબાડા ચોકડી નજીક તેના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી ફસાઈ ગઈ હતી. જોતજોતામાં તો જીવલેણ દોરીઓ ગળાની ચામડી અને અંદરની નસોને ચીરી નાંખી હતી. સાથે હાથની આંગળીએ પણ ઈજાઓ થઈ હતી. ગળાના ભાગે થયેલી ગંભીર ઈજાઓના કારણે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિવારને જાણ થતાં ધટના સ્થળે આવી નાયક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જયાં તેની હાલત સ્થિર હોવાનુ જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, રાજય સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં દર વર્ષે આવા જીવલેણ બનાવો સામે આવી રહ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી લોકો સુધી કેવી રીતે પહોંચે છે…?તે ગંભીર પ્રશ્ર્ન છે. આવી ધટનાઓ અટકાવવા દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ કડકાઈથી અમલમાં મુકવાની લોકમાંગ ઉઠી છે.