દાહોદના પેથાપુર ગામે ધર સામે પેશાબ કરવાની ના પાડતાચાર ઈસમો દ્વારા દંપતિ પૈકી પત્ની પર ચાકુના ધા મારતાં ફરિયાદ નોંધાઈ

દાહોદ જીલ્લાના પેથાપુર ગામે ઘર સામે પેશાબ કરવાની ના પાડતાં ચાર શખ્સોએ રાજુભાઈ ડામોર પર હુમલો કર્યો. તેમના પેટ અને છાતી પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા. પત્ની સરલાબેનને પણ માર મારવામાં આવ્યો. પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા છે.

જૂની પેથાપુર ફળિયામાં રહેતા રાજુભાઈ ખેતી-મજૂરી કરે છે. ૨૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૬:૪૦ વાગ્યે તેઓ પત્ની સરલાબેન સાથે ઘરની બહાર બેઠા હતા. ત્યારે ચાકલીયા તરફથી નંબર વગરની સફેદ સ્કોર્પિયો આવીને તેમના ઘર સામે ઊભી રહી.

ગાડી માંથી ઉતરેલા એક શખ્સે રાજુભાઈના ઘર તરફ ફરીને પેશાબ કરવાનું શ‚ કર્યું. પત્ની બહાર બેઠી હોવાથી રાજુભાઈએ તેને રોક્યો. આથી શખ્સોએ અપશબ્દો બોલ્યા. એક શખ્સે કહ્યું, હું શારદા ગામનો કિંગ અને દાદો છું, પેશાબ તો તારા ઘર સામે જ કરીશ, તારાથી થાય તે કરી લેજે.

ગાડીમાં આવેલા ચારેય શખ્સોએ રાજુભાઈને માર માર્યો. તેમને બચાવવા વચ્ચે પડેલા સરલાબેનને પણ માર મારવામાં આવ્યો. પરેશ ચરપોટે રાજુભાઈને પાછળથી પકડી રાખ્યા હતા. સ્મિત હિંમતભાઈ સંગોડે આજે તો તને જીવતો છોડવો નથી કહી ખિસ્સા માંથી ચપ્પુ કાઢ્યું અને રાજુભાઈના પેટ તથા છાતી પર ઘા કર્યા.

રાજુભાઈ અને સરલાબેનની બૂમો સાંભળીને તેમના ભાઈઓ કમલેશભાઈ, નિલેશભાઈ અને માતા ચંપાબેન ત્યાં દોડી આવ્યાં. પરિવારજનોને જોઈ ચારેય શખ્સો નંબર વગરની સ્કોર્પિયોમાં લીમડી તરફ ભાગી ગયા.

બેભાન રાજુભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સથી પહેલા લીમડી સરકારી દવાખાને લઈ જવાયા. પછી તેમને દાહોદની સમીર હોસ્પિટલ અને વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા. ભાનમાં આવ્યા પછી તેમણે હોસ્પિટલમાંથી પોલીસમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે હત્યાના પ્રયાસ અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓનાં નામ સ્મિત હિંમતભાઈ સંગોડ, પરેશ ચરપોટ, નગીન સંગોડ અને વિનોદ નિનામા છે.