-સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
ભારત દેશના સ્વતંત્રતા પર્વ ૧૫ મી ઓગષ્ટની જીલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે દાહોદ જીલ્લાના સુખસર તાલુકામાં વણાશ્રમ (મકવાણાના વણા) ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે. આ ઉજવણીનું આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને આજ રોજ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લગતી વિવિધ કામગીરીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વના સુચા આયોજન માટે નિવાસી અધિક કલેકટરએ વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી.
કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સ્ટેજ, ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન, સુરક્ષા, વાહન વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, ઉજવણીની દરેક કામગીરી સમયબદ્ધ, સુઆયોજીત અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવે તેમજ આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની તમામ વિભાગો ખાસ કાળજી રાખે.
આ બેઠકમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંતઓ, નાયબ પોલીસ અધિક્ષક ઓ સહિત વિવિધ વિભાગોના જીલ્લાના અધિકારીઓ તેમજ આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.