
ગુજરાતમાં ભલે હજુ સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ નથી પરંતુ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમના પાવર હાઉસ પણ ચાલુ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ૧૬૭૫૫ ક્યુસેક પાણીની આવક થઈ છે.
ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં હાલ પાણીની સપાટી ૧૨૬.૭૯ મીટર છે. નર્મદા ડેમના સીએચપીએચ પાવરહાઉસના ત્રણ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણી માટે મુખ્ય કેનાલમાં ૧૬૨૨૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નર્મદા ડેમથી કેનાલ દ્વારા રાજ્યભરમાં ખેતી અને પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે. તેવામાં ચોમાસા પહેલા નર્મદા ડેમની સપાટીમાં વધારો થવો સારા સમાચાર છે. આજે પણ નર્મદા ડેમ ૫૭ ટકા ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ ૩૩૨૪ સ્ઝ્રસ્ ક્યુસેક લાઇવ સ્ટોરેજ પાણી છે.