બ્રહ્માકુમારીઝ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે દિવ્ય રક્ષાબંધન સ્નેહમિલનની ભવ્ય ઉજવણી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય અને લાયન્સ ક્લબ ઑફ ગોધરાના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૬-૨૭ ની દિવ્ય વિચારધારા વિશ્ર્વના ઉત્કર્ષ માટે આધ્યાત્મિક જાગૃતિ અંતર્ગત દિવ્ય રક્ષાબંધન સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી. કે. રાઉલજીએ સંસ્થા સાથેના પોતાના ૪૦ વર્ષ જૂના આત્મીય સંબંધોને વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રક્ષાબંધન એ માત્ર સૂત્ર બાંધવાનો તહેવાર નથી બહેન પ્રત્યે ભાઈના અવિરત સમર્પણ નો પર્વ છે. જીવનમાં શ્રેષ્ઠ કર્મોના સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવાનો અને એડજસ્ટ એવરીવ્હેર (સર્વત્ર અનુકૂળ થવું) ના જીવનમંત્ર સાથે શાંતિ અને સફળતા મેળવી શકાય છે.

આ પવિત્ર અવસરે માનવ આત્મામાં આધ્યાત્મિક જાગૃતિ પ્રગટાવી, પરમપિતા પરમાત્મા શિવ દ્વારા વિશ્ર્વકલ્યાણ અર્થે ચાલતી આધ્યાત્મિક ક્રાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધનના પર્વ દ્વારા સમગ્ર વિશ્ર્વને એકતા, સ્નેહ અને પવિત્રતાના અતૂટ બંધનમાં હજોડવા માટેનું આહ્વાન કરાયું હતું.

કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી સુરેખાબેન, બીકે રતન મશમશ નિવૃત્ત મામલતદાર ભ્રાતા ગિરીશભાઈ શાહ, કૃષિ ઈજનેરી કોલેજના સહઅધ્યાપક કે. એલ. ડાભી, લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ ભગિની લા. મીતાબેન એસ. શેઠ, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. પ્રભુદયાલ વર્મા, પત્રકાર સંઘના પ્રમુખ પ્રદીપભાઈ સોની, ઇમરાનભાઈ ઇલેક્ટ્રિકવાલા, હોતચંદ ધમવાની તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારો અને બીકે પરિવારના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિત મહેમાનોને રક્ષાસૂત્ર બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

બીકે શૈલેષભાઈ, બી.કે.રાકેશભાઈ, બીકે કનુભાઈ તથા બીકે પરિવારની બહેનો દ્વાર આ સુંદર કાર્યકમ નું સફળ સંચાલન કરવામાં આવેલ..