બોડેલીમાં સુખી હોસ્પિટલ ખાતે અજીમે મિલ્કત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું

બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે સરકાર અજીમે મિલ્લતની યાદમાં એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આયોજીત આ રક્તદાન શિબિરમાં બોડેલીના યુવાનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરકાર અજીમે મિલ્લતની યાદમાં દર વર્ષે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી.