
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા એક નવા મનોરંજન શો, ‘ઇન્ડિયાગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષઃ વ્હેર ફ્રેન્ડ્સ વિલ ટ્રેપ એન્ડ મેક યુ લાફ’ સાથે ધૂમ મચાવવા માટે તૈયાર છે. નિર્માતાઓએ શોનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો, જેમાં દર્શકોને શોની ઝલક મળી. જાકે, નિર્માતાઓએ હજુ સુધી શોની પ્રીમિયર તારીખ જાહેર કરી નથી. ‘ઇન્ડિયન ગેમ શો’ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે અને સોની એલઆઇવી પર સ્ટ્રીમ થશે. ભારતી અને હર્ષના આખા પરિવારને દર્શાવતો પ્રોમો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ચર્ચામાં છે.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ‘ઇન્ડિયન ગેમ શો’નો પ્રોમો કપલ દ્વારા વ્લોગ રેકોર્ડ કરવાથી શરૂ થાય છે, જે ચાહકોને તેમના પ્રખ્યાત એલઓએલ ફેમિલી’ની ઝલક આપે છે. પ્રોમો વીડિયો શેર કરતા, નિર્માતાઓએ લખ્યું, “ટૂંક સમયમાં આવી રહ્યું છે, ભારતી અને હર્ષ સાથેનો ઇન્ડિયન ગેમ શો. જ્યાં તેઓ તેમના મિત્રોને છેતરશે અને તમને હસાવશે. ટૂંક સમયમાં આવી રહ્યું છે, ફક્ત સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની એલઆઇવી પર.
”સોશિયલ મીડિયા યુઝર્સ અને સેલિબ્રિટીઓએ શોના પહેલા પ્રોમો પર પ્રતિક્રિયા આપીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ભારતની કોમેડી ક્વીન, ભારતી, હવે “લાફ્ટર શેફ્સ” પછી ગેમ શો સાથે પાછી આવી છે. સમર્થ જુરેલે લખ્યું, “અભિનંદન.” ચંદન પ્રભાકરે સ્માઈલી ઇમોજી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી. એક ચાહકે લખ્યું,ભારતી અને હર્ષ સાથે જાઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ શો સુપરહિટ થવાનો છે. ધ્યાન રાખજા ટોનુ, મને ખબર છે કે તું હંમેશની જેમ શાનદાર પર્ફોર્મન્સ આપશે.” કેટલાકે લખ્યું, “શોની રાહ જાઈ રહ્યો છું.”
વર્ક ફ્રન્ટ પર, ભારતી સિંહે તાજેતરમાં રિયાલિટી-કોમેડી શો “લાફ્ટર શેફ્સ – અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ” હોસ્ટ કર્યો હતો. હર્ષ લિંબાચિયાએ ઘણા લોકપ્રિય ટેલિવિઝન શો હોસ્ટ અને સહ-હોસ્ટ કર્યા છે, જેમાં ખાસ કરીને “ખતરા ખતરા ખતરા” અને “ધ ખતરા શો”નો સમાવેશ થાય છે.