
દાંતીવાડાના ગોઢ ગામના એકાદ વર્ષ જૂના ચકચારી પ્રેમપ્રકરણમાં યુવકની હત્યાકેસમાં કોર્ટે ગઈકાલે મહત્વનો ચૂકાદો આપી નવ જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગોઢ ગામના આ ચકચારી કેસને કોર્ટે ‘ઓનર કિલિંગ’ માની જણાવ્યું કે, આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક છે. માટે આવા ગુનાઓ સામે કાયદાની કડકાઈ જ યોગ્ય જવાબ છે, ત્યારે કોર્ટે આ કેસમાં હાલ એક સાથે ૯ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવતા આ કેસ હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
વિગતે વાત કરીએ તો, બનાસકાંઠા દૃાંતીવાડાના ગોઢ ગામે રહેતા મહેશ ઠાકોર નામના વ્યક્તિએ એકાદૃ વર્ષ પૂર્વે એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે આ પ્રેમલગ્નથી યુવતીનો પરિવાર પક્ષ નારાજ હતો અને આ લગ્નથી પરિવારની બદૃનામી થઈ છે તેવું માનીને અંગત અદૃાવત રાખીને યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખુની ખેલ ખેલી નાખ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રેમલગ્નની અદૃાવત રાખીને યુવતીના પિયરપક્ષના અંદૃાજિત ૧૦-૧૨ જેટલા શખ્સો ધારિયા, પાઈપો અને લાકડીઓ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે મહેશના ઘરે આવી પહોંચ્યા હતા અને ત્યાં મહેશ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દૃીધો હતો. આટલું જ નહીં આ જીવલેણ હુમલામાં મહેશના માતા-પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદૃમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
બનાવની ફરિયાદૃ મળતા જ દૃાંતીવાડા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને બાદૃમાં મજબૂત પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જે બાદૃ છેલ્લા એક વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલતો હતો, ત્યારે ગઈકાલે ૭મી ફેબ્રુઆરીને શનિવારે ડીસાની છઠ્ઠી એડિશનલ સેશન્સ કોર્ટે આ કેસ ’ઓનર કિિંલગ’ સમાન ગણાવી નવ આરોપીઓને આજીવન કેદૃની સજા ફટકારી છે.
ઓનર કિિંલગ એટલે શું? ઓનર કિિંલગ એટલે કે સામાન્ય રીતે ’માન-સન્માન’ કે ’આબ’ના નામે પોતાના જ પરિવારના સભ્યની હત્યા કરવી. જ્યારે કોઈ વ્યક્તિ, ખાસ કરીને યુવતી, પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરે, આંતરજાતીય લગ્ન કરે, કે સમાજની પરંપરા વિરુદ્ધ જાય, ત્યારે પરિવાર કે સમુદૃાયના લોકો પોતાની આબ બચાવવા માટે તેની હત્યા કરી નાખે છે. જોકે ખાસ આ બનાસકાંઠામાં ગોઢ ગામની ચકચારી ઘટનામાં યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કરી હોવા છતાં કોર્ટે તેને ઓનર કિિંલગ માની આ કડક ચૂકાદૃો સંભળાવ્યો છે.
કોર્ટે આ મહત્વનો ચૂકાદૃો સંભળાવતા નોંધ્યું કે, પ્રેમલગ્ન જેવા વ્યક્તિગત નિર્ણયને કારણે ઠંડા કલેજે હત્યા કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવો બંધારણીય અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આવા ગુનાઓ સામે કાયદૃાની કડકાઈ જ યોગ્ય જવાબ છે. જેથી તમામ પુરાવા અને દૃલીલોને આધારે કોર્ટે તમામ આરોપીઓને દૃોષિત ઠેરવી આજીવન કેદૃની સજા સંભળાવી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ બનાસકાંઠામાંથી જ આવો એક ઓનર કિિંલગનો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં થરાદૃમાં પ્રેમસંબંધથી નારાજ દૃીકરીના પિતા અને કાકાએ સાથે મળીને જુવાનજોખ દૃીકરીને મોતને ઘાટ ઉતારી દૃીધી હતી, આટલું જ નહીં રાતોરાત તેના અંતિમ સંસ્કાર કરી આ હત્યાને કુદૃરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ મામલે દૃીકરીના પ્રેમીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી બાદૃ કરતા આ મોટું રાજ ખુલ્યું હતું મામલો ખુલ્યો હતો.