
અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં મોટાભાગના લોકો પરિવહન માટે કેબનો ઉપયોગ કરતા હોય છે. ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓના ઊંચા કમિશનના કારણે લોકોએ કેબનું ઊંચુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે. જો કે, હવે ખાનગી કેબની સામે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ‘ભારત ટેક્સી’ સેવા શરૂ કરવામાં આવી છે. 20મી નવેમ્બરે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં આ ટેક્સી સેવાનું સોફ્ટ લોન્ચિંગ થશે. હાલ કેબના ડ્રાઈવરોએ ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓને જે ઊંચું કમિશન ચૂકવવું પડી રહ્યું છે તે ચૂકવવું નહીં પડે જેના કારણે કાર ચલાવનારને ફાયદો થશે. જેના કારણે લોકોને ભાડામાં પણ રાહત મળી શકે છે.
ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી ભારત ટેક્સી સેવાનું 20મી નવેમ્બરે સોફ્ટ લોન્ચિંગ થશે. જો તમારી પાસે ટેક્સી કે ઓટો છે કોમર્શિયલ લાયસન્સવાળી, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ છે, ડ્રાઈવર વેરિફાઈડ છે તો તમે આ ટેક્સી સેવા માટે મેમ્બર બની શકશો. ભારત ટેક્સી સેવા છે એ ભારત સરકારની કો-ઓપરેટિવ મિનિસ્ટ્રી વિભાગની હેઠળ આવે છે એટલે તે પ્રોફિટ માટે તો કામ નહીં કરે, જે રીતે પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન કરે છે કમિશન લે છે. આ ટેક્સી સેવા એ પ્રકારની નથી. આ ટેક્સી સેવામાં ડ્રાઈવર જ માલિક છે.
ડ્રાઈવર જે પણ કમાશે તે તેની પાસે જ રહેશે. હાલ આ પ્રકારનું મોડેલ છે. અત્યારે દિલ્હીમાં આ ટેક્સી સેવા સોફ્ટ લોન્ચ થઈ ચૂકી છે અને હવે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં આ ટેક્સી સેવા અંદાજે 20 નવેમ્બરથી સોફ્ટ લોન્ચ કરવામાં આવશે. આ સેવા શક્ય તેટલી શરુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.