અમદાવાદ શહેરમાં ૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઃ વસ્ત્રાલ અને હંસપુરાને નવા પીઆઇ મળ્યા

અમદાવાદ શહેર પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ૮ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓની સૌથી મહત્વની બાબત એ છે કે તાજેતરમાં જ નવા મંજૂર થયેલા અને ઉભા કરાયેલા વ†ાલ તથા હંસપુરા પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત પીઆઈની નિમણૂંક કરીને કામગીરી પૂર્ણપણે કાર્યરત કરવામાં આવી છે.

શહેરમાં શાંતિ અને સુરક્ષાની વ્યવસ્થા જાળવી રાખવા માટે વિવિધ પોલીસ મથકો અને વિશેષ શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપાઈ છે. જે નીચે મુજબ છે…

બી.આર. રબારીઃ રાણીપ પોલીસ સ્ટેશનથી બદલી કરીને નવા બનેલા વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે મુકાયા છે.

પી.આર. વાઘેલાઃ વિશેષ શાખામાંથી ટ્રાન્સફર કરીને નવા હંસપુરા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.

વી.વી. ત્રિવેદીઃ લીવ રીઝર્વ-કંટ્રોલ રૂમમાંથી રાણીપ પોલીસ સ્ટેશન ખાતે મુકાયા છે.

ડી.એસ. વાઢેરઃ ઇ ઓ ડબ્લ્યુ (ઈકોનોમિક ઓફેન્સ વિંગ) માંથી વેજલપુર-૧ ખાતે બદલી કરાઈ છે.

એસ.એન. ચુડાસમાઃ એસ ઓ જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માંથી રામોલ પોલીસ સ્ટેશન ખાતે તૈનાત કરાયા છે.

એચ.એન. આજરાઃ લીવ રીઝર્વ-કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક વિભાગમાં મુકાયા છે.

ડી.એસ. ભટોળઃ લીવ રીઝર્વ-કંટ્રોલ રૂમમાંથી કંટ્રોલ રૂમમાં નિમણૂંક પામ્યા છે.

આર.આર. સાળવીઃ કંટ્રોલ રૂમમાંથી એ એચ ટી યુ (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ખાતે બદલી કરવામાં આવી છે.