સાયન્સ સિટીમાં ઘોર બેદરકારીનો ભોગ બન્યો સિક્યોરિટી ગાર્ડ: કાર્યક્રમનું મહાકાય બોર્ડ માથા પર પડતાં નીપજ્યું મોત

અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં એક કાર્યક્રમ માટે લગાવવામાં આવેલું મહાકાય બોર્ડ એક સિક્યોરિટી ગાર્ડ માટે જીવલેણ સાબિત થયું છે. વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમ દરમિયાન ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ ત્યાંથી પસાર થઈ રહૃાા હતા ત્યારે અચાનક બોર્ડ તેમના પર પડ્યું હતું. ભારેખમ બોર્ડની અડફેટે આવતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કાર્યક્રમ માટે લગાવવામાં આવેલા બોર્ડની સુરક્ષા અને યોગ્ય રીતે ફિિંટગ કરવામાં આવી હતી કે નહીં તેવા સવાલો વચ્ચે પોલીસે તપાસ શ‚ કરી છે.

સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં ૨૨થી ૨૪ નવેમ્બર દૃરમિયાન આઇઆરઆઇએસ નેશનલ ફેર ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દૃેશભરમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા છે. જેને પગલે વિજ્ઞાન ભવનની આસપાસ કાર્યક્રમને લગતાં બોર્ડ અને બેનરો લગાવવામાં આવ્યાં હતાં. ૨૩ નવેમ્બરે બપોરે આશરે ૨ વાગ્યાના અરસામાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ ત્યાંથી પસાર થઈ રહૃાા હતા. આ દરમિયાન અચાનક એક મહાકાય બોર્ડ તેમના પર પડ્યું હતું. બોર્ડની અડફેટે આવતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બનતાં જ આસપાસ હાજર અન્ય સિક્યોરિટી ગાર્ડ અને લોકો મદદ માટે દૃોડી આવ્યા હતા. સૌએ ભેગા મળીને ભારેખમ બોર્ડ હટાવ્યું હતું અને ઈજાગ્રસ્ત ગાર્ડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

બોડકદૃેવ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી. ખંભાલીયાના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ નરોડા વિસ્તારમાં રહેતા રવિન્દ્ર પાટીલ (ઉં.વ. ૪૬) તરીકે થઈ છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકોની અવરજવર વચ્ચે બોર્ડ કેવી રીતે પડ્યું, તેને યોગ્ય રીતે લગાવવામાં આવ્યું હતું કે નહીં અને આ દૃુર્ઘટના પાછળ કોઈ બેદૃરકારી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ બાદૃ વધુ વિગતો સામે આવશે.