અમદાવાદ શહેરમાં જૂનમાં એએમસીના પાણીના ૭૯ સેમ્પલ ફેલ, પૂર્વ ઝોનમાં સૌથી ખરાબ સ્થિતિ

અમદાવાદ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને િંચતાજનક માહિતી સામે આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂન મહિનામાં કરવામાં આવેલા પાણીના પરીક્ષણમાં મનપા દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીના કુલ ૭૯ સેમ્પલ નિર્ધારિત માપદૃંડમાં નિષ્ફળ (ફેલ) થયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, શહેરના વિવિધ ઝોનમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલમાં સૌથી વધુ પૂર્વ ઝોનના ૨૦ સેમ્પલ ફેલ થયા છે. જ્યારે દક્ષિણ-પશ્ર્ચિમ ઝોનના ૧૮, મધ્ય ઝોનના ૧૩, દક્ષિણ ઝોનના ૧૨, ઉત્તર ઝોનના ૫, ઉત્તર-પશ્ર્ચિમ ઝોનના ૪ અને પશ્ર્ચિમ ઝોનના ૨ સેમ્પલ પણ ફેલ થયા છે.

બીજી તરફ, જાહેર સ્થળોએ ઉપલબ્ધ પાણીના જગમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં સ્થિતિ તુલનાત્મક રીતે સારી જોવા મળી છે. જગમાંથી લેવામાં આવેલા પીવાના પાણીનું માત્ર ૧ સેમ્પલ જ ફેલ થયું હોવાનું નોંધાયું છે.

આ આંકડાઓ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને પાણી પુરવઠા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કરે છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ-પશ્ર્ચિમ ઝોનમાં સૌથી વધુ સેમ્પલ નિષ્ફળ જતા સ્થાનિક રહેવાસીઓમાં િંચતા વધી છે.