અમદાવાદમાં રેલવે પોલીસની મોટી બેઠક, મુસાફરોની સુરક્ષા સાથે ડ્રગ્સ ગેંગ પર તવાઈ

અમદાવાદમાં સીઆઇડી ક્રાઇમ-રેલ્વેઝની ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપી ડો. કે. એલ. એન. રાવે મુસાફરોની સુરક્ષા, ચોરી-લૂંટ,સીસીટીવી અને ઇ એફઆઇઆર અંગે મહત્વના નિર્દેશ આપ્યા. ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ટ્રેન અને રેલવે સ્ટેશનો પર બનતી ચોરી, લૂંટફાટ અને પોકેટમારીની ઘટનાઓ રોકવા માટે વધુ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં પોલીસ બંદોબસ્ત વધારવા તેમજ નિયમિત પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવા અધિકારીઓને જણાવાયું હતું. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરોને સુરક્ષિત અને સુખદ મુસાફરી મળી રહે તે માટે જરૂરી સુરક્ષાત્મક વ્યવસ્થા સતત જાળવવા પર પણ ભાર મૂકાયો હતો.

ડીજીપી ડો. કે. એલ. એન. રાવે ગુનાઓની ફરિયાદ ઝડપથી નોંધાય અને તેનો ઝડપી ઉકેલ આવે તે માટે ઇ એફઆઇઆર પ્રક્રિયાની પણ સમીક્ષા કરી હતી. રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મારફતે સતત દેખરેખ રાખવા તેમજ ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ગુનાની તપાસમાં આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે ‘ગાંડીવ’, ‘સુદર્શન’ જેવા ઇન્ટેલિજન્સ ટૂલ્સની ઉપયોગિતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવા ટેકનોલોજી આધારિત સાધનોના ઉપયોગથી ગુનાની તપાસ, માહિતીનું વિશ્લેષણ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઓળખ વધુ અસરકારક રીતે કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી.

રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરીને રોકવા માટે વધુ કડક અને સંકલિત કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. શંકાસ્પદ મુસાફરો અને સામાનનું સઘન ચેકિંગ કરવા તેમજ નશીલા પદાર્થોની સપ્લાય ચેઇન સાથે જાડાયેલા લોકો સુધી તપાસ પહોંચાડવા જણાવાયું હતું.આ ઉપરાંત આંતરરાજ્ય સ્તરે કાર્યરત ડ્રગ્સ ગેંગ સામે સંકલિત સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવા અને માત્ર નાના આરોપીઓ સુધી કાર્યવાહી સીમિત ન રાખી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ લંબાવવાનો નિર્દેશ અપાયો હતો.રેલવે પોલીસ અને રેલવે પ્રશાસન વચ્ચે યોગ્ય સંકલન જાળવવા પર પણ ક્રાઇમ કોન્ફરન્સમાં ભાર મૂકાયો હતો. રેલવે સ્ટેશન અને ટ્રેનમાં થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક માહિતી મળે અને તેના આધારે ઝડપી કાર્યવાહી થઈ શકે તે માટે સતત વોચ અને સંકલન જાળવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.‘ગાંડીવ’ને આધુનિક છૈં આધારિત વિશ્લેષણાત્મક ટૂલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

તે અલગ-અલગ †ોતોમાંથી મળતી માહિતીનું વિશ્લેષણ, રેકોર્ડને એકબીજા સાથે જાડવા અને વ્યÂક્તની ઓળખ સંબંધિત માહિતીનું ક્રોસ-મેચિંગ કરવામાં મદદરૂપ થઈ શકે છે. કાયદા અમલીકરણ એજન્સીઓ માટે તપાસ દરમિયાન ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવા સાધનો ઉપયોગી બની શકે છે.‘સુદર્શન’ એક વિશ્લેષણ અને ડેટા ઍક્સેસ પ્લેટફોર્મ તરીકે ઉપયોગમાં લેવાય છે. અધિકૃત સુરક્ષા અને કાયદા અમલીકરણ અધિકારીઓને વિવિધ ડેટાસેટ્‌સમાંથી જરૂરી માહિતી શોધવા, તેનું વિશ્લેષણ કરવા અને સંભવિત જાખમોનું મૂલ્યાંકન કરવામાં આ પ્રકારના પ્લેટફોર્મ મદદરૂપ બને છે.