અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાશે ફલાવર શો, વિવિધ તહેવારોની ઝલક જોવા મળશે

અમદાવાદમાં જાન્યુઆરી ૨૦૨૬ માં યોજાનાર લાવર શોની થીમ દેશ અને તેના ઇતિહાસને જોડતી હશે. ફલાવર શો ૨૦૨૬નું આયોજન ભારત એક ગાથા થીમ પર કરવામાં આવશે.શો માટે બનાવેલા ફૂલોના સ્કલ્પ્ચર આપણા ઐતિહાસિક વારસાને પ્રદશત કરતા હોય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે. લાવર શોમાં વિવિધ તહેવારોની ઝલક જોવા મળશે.

અમદાવાદમાં વિકાસ પ્રોજેક્ટ્સનું પ્રતિનિધિત્વ કરવા માટે ફૂલોના સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવશે. ફલાવર શો ૨૦૨૬ વિવિધ ૫ થીમ પર હશે. જે મનોરંજન અને જ્ઞાન પણ પ્રદાન કરશે.આ ફલાવર શો ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા સ્ટોલ અને પ્રદર્શનો પણ હશે, જે મુલાકાતીઓને ગુજરાત અને અમદાવાદ બંનેની સંસ્કૃતિ વિશે વિગતો પ્રદાન કરશે.આ ફલાવર શોને વિવિધ જાતિના હજારો ફૂલોથી શણગારવામાં આવશે.કોર્પોરેશને જાન્યુઆરીમાં ફલાવરશો માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓગસ્ટમાં, નગરપાલિકાએ લાવર શોના માસ્ટર પ્લાન માટે ૨.૫૦ કરોડનું ટેન્ડર જાહેર કર્યું હતું.

જેમાં કંપનીઓ પાસેથી માસ્ટર પ્લાન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દર વર્ષે,ફલાવર શોમાં ૧.૫ મિલિયન છોડ હોય છે, આમાં ભારતના વિવિધ રાજ્યો તેમજ વિદેશથી લાવવામાં આવતા ખાસ ફૂલો અને છોડનો સમાવેશ થાય છે. વધુમાં, મુલાકાતીઓને આકર્ષવા માટે ફલાવરસ્કલ્પ્ચર પ્રદશત કરવામાં આવે છે.

આપને જણાવી દઈએ ૨૦૨૩માં ૧૧ લાખ લોકોએ લાવર શોની મુલાકાત લીધી હતી.૨૦૨૪માં ૯.૭૨ લાખ, ૨૦૨૫માં ૧૫ લાખ લોકોએ ફલાવર શોનો આનંદ માણ્યો હતો. પહેલીવાર લોકો આ સ્કલ્પ્ચર દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસને જોઈ શકશે. જેમાં ઓપરેશન સિંદૂર સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓ અને દેશ અને ગુજરાતના મુખ્ય પ્રોજેક્ટ્સ પણ રજૂ કરવામાં આવશે.