અમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કોઈ ટેક્નિકલ ખામીના કારણે ઘટેલી ઘટના નહતી પરંતુ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય હતું

અમદાવાદમાં ૧૨ જૂનનો દિવસ ઈતિહાસમાં કાળા અક્ષરોએ ચિતરાઈ ગયો. આ એ જ દિૃવસ હતો જ્યારે લંડન જવાના અભરખા લઈને ઉપડેલા અનેક મુસાફરોની િંજદગી પળભરમાં કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. અનેક આશાસ્પદૃ ભાવિ તબીબોની િંજદગી હણાઈ ગઈ. અમદાવાદઆ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. હવે આ પ્લેન ક્રેશની ઘટના વિશે એક ચોંકાવનારો દૃાવો કરવામાં આવ્યો છે. ઈટાલિયન અખબાર કોરિયેરે ડેલા સ્ોરાના રિપોર્ટમાં બે સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પ્લેન ક્રેશની આ ઘટના કોઈ ટેક્નિકલ ખામીના કારણે નહીં પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી ઘટના છે. એટલે કે ઇન્ટેશન્લ એકટ નું પરિણામ છે.

અત્રે જણાવવાનું કે ૧૨ જૂનના રોજ અમદાવાદના એરપોર્ટથી લંડન જવા ઉડેલું એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ ડ્રીમ લાઈનનર વિમાન લાઈટ ૧૭૧ ગણતરીની પળોમાં દૃુર્ઘટનાગ્રસ્ત થયું અને તેમાં કુલ ૨૬૦ જેટલા લોકોના જીવ ગયા હતા. વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા જેમાંથી માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો. જ્યારે વિમાન મેઘાણીનગર વિસ્તારમાં એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાતા ત્યાં હાજર ૧૯ લોકો પણ તેનો ભોગ બન્યા હતા. વિમાને જેવી ઉડાણ ભરી ત્યારબાદૃ લગભગ ૩૨ સેકન્ડ પછી જ બંને એન્જિનોએ તેમનો પાવર ગુમાવી દૃીધો અને મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર તૂટી પડ્યું. એવું કહેવાય છે કે બંને એન્જિન બંધ થઈ ગયા હતા.

ઈટલીના અખબારે હવે આ ઘટનાની જે તપાસ ચાલી રહી છે તે અંગે એક ચોંકાવનારો દૃાવો કર્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય તપાસકારોએ તારણ પર પહોંચ્યા છે કે ૧૨ જૂને થયેલી પ્લેન ક્રેશની દૃુર્ઘટના એ કોઈ ટેક્નિકલ ખામીના કારણે નહીં પરંતુ ઈરાદૃાપૂર્વક કરવામાં આવેલા કાર્યનું પરિણામ હતું અને હવે ઓફિશિયલ્સ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી રહૃાા છે. અખબારે એવું પણ જણાવ્યું કે તપાસમાં મદદ કરી રહેલા યુએસ એક્સપર્ટ્સે આ તારણને એક ’મોટી સફળતા’ ગણાવી.

ઈટલીના અખબારે પશ્ર્ચિમી વિમાનન એજન્સીઓના સૂત્રોના હવાલે લખ્યું છે કે તપાસમાં કોઈ ટેક્નિકલ ખામીના પુરાવા મળ્યા નથી. આ સાથે જ કોકપિટ વોઈસ રેકોર્ડરના સાફ કરાયેલા ઓડિયો રેકોર્ડિંગના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે કયા પાઈલોટે યૂલ સ્વિચને રનથી કટ ઓફની સ્થિતિમાં કરી હતી. જેના કારણે આ દૃુર્ઘટના ઘટી. જો કે અંતિમ રિપોર્ટમાં કોઈ એક પાયલોટને જવાબદૃાર ઠેરવવામાં આવશે કે નહીં કે વિસ્તૃત રીતે જણાવવામાં આવશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે શંકાની સોઈ વિમાનના કમાન્ડર સુમીત સભરવાલ તરફ છે જેમનું આ અકસ્માતમાં મોત થયું હતું.

જો કે ઈટાલિયન અખબારના આ રિપોર્ટ પર ભારતના એરક્રાટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો અને મિનિસ્ટ્રી ઓફ સીવીલ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અમેરિકી તપાસ એજન્સી એનટીએસબીના પ્રવક્તા પીટર સી નડસને પણ અખબારને ભારતીય એજન્સીને સંપર્ક કરવા જણાવ્યું છે.