
મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે નવા બનતા પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર 71 વર્ષીય વયોવૃઘ્ધ ઈકો ગાડી માંથી ઉતરીને ધરે જવા માટે રોડ સાઈડે ઉભા હતા. દરમ્યાન ફોર વ્હીલ ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ઈજાઓ તેમજ ડાબા પગે ફેકચર કરી ઈજાઓ પહોચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે રહેતા રામસિંહ બારીયાના પિતા પર્વતસિંહ ભાવાભાઇ બારીયા ઉ.વ.71 જેઓ ઈકો ગાડી માંથી ઉતરી ધરે જવા માટે રોડ સાઈડમાં ઉભા હતા. ત્યારે ફોર વ્હીલ ગાડી નંબર જીજે.34.એન.1063નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને પર્વતસિંહ બારીયાને ટકકર મારી રોડ ઉ5ર પાડી દેતા બન્ને પગમાં ઈજાઓ તેમજ ડાબા પગમાં ફેકચર કરી ફોર વ્હીલ લઈ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.