મોંઘવારીનો વધુ એક ઝટકો,ટોરેન્ટ પાવરએ વધાર્યો ફ્યુઅલ સરચાર્જ

અમદાવાદ અને સુરતના વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે ટોરેન્ટો પાવર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે નવા દર લાગુ કરવામાં આવ્યા છે. આ વધારાને કારણે બંને શહેરોના અંદાજે ૪૩ લાખ વીજ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડશે.

અમદાવાદમાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ. ૩.૭૨થી વધારીને રૂ. ૪.૦૧ કરવામાં આવ્યો છે. એટલે કે હવે વીજ ગ્રાહકોએ પ્રતિ યુનિટ ૨૯ પૈસા વધુ ચૂકવવા પડશે. નવા દર ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે લાગુ કરવામાં આવ્યા છે.

સુરતના વીજ ગ્રાહકો માટે પણમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે આગામી વીજ બિલમાં વધારાનો બોજ જાવા મળી શકે છે. સુરતમાં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. ૨.૪૪થી વધારીને રૂ. ૨.૭૮ કરવામાં આવ્યો છે. એટલે કે સુરતના ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ૩૪ પૈસાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે.ફ્યુઅલ સરચાર્જમાં થયેલા આ વધારાની સીધી અસર પર જાવા મળશે. એટલે કે વીજળીનો વપરાશ જેટલો વધુ હશે, તેટલી જ વધેલા સરચાર્જને કારણે બિલની રકમમાં પણ વધારો થઈ શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે લાગુ કરાયેલા નવા દર મુજબ હવે સુરતના વીજ ગ્રાહકોએ વીજ વપરાશ ઉપરાંત વધેલો પણ ચૂકવવો પડશે.આ વધારાને કારણે ખાસ કરીને વધુ વીજળીનો વપરાશ કરતા ઘરેલુ અને અન્ય ગ્રાહકોના માસિક વીજ બિલમાં વધારાની અસર જાવા મળી શકે છે.ટોરેન્ટો પાવરમાં ફ્યુઅલ સરચાર્જના નવા દરનો સમાવેશ થવાથી ગ્રાહકોના વીજ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

ટોરેન્ટ પાવરના આ નિર્ણયથી અમદાવાદ અને સુરતના અંદાજે ૪૩ લાખ વીજ ગ્રાહકો ના વીજ બિલમાં વધારો થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન લાગુ થયેલા નવા દર મુજબ હવે ગ્રાહકોએ વીજ વપરાશની સાથે વધેલો ફ્યુઅલ સરચાર્જ પણ ચૂકવવો પડશે. ફ્યુઅલ સરચાર્જમાં થયેલા આ વધારાને કારણે વીજ ગ્રાહકોના માસિક બિલ પર વધારાનો ખર્ચ આવશે. ખાસ કરીને વધુ વીજ વપરાશ કરતા ગ્રાહકોને આ વધારાની સીધી અસર જાવા મળી શકે છે.