
પેટ તથા છાતીની બીમારીની સારવાર લઈ રહેલા દર્દીએ હોસ્પિટલના ચોથા માળની બારીમાંથી મોતનો ભૂસકો માર્યો.
કોઈપણ પ્રકારની માનસિક બીમારી ન હોવાને કારણે આત્મહત્યાનું રહસ્ય અકબંધ.
છેલ્લા બે દિવસથી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં છાતી તથા પેટના રોગની સારવાર લઈ રહેલા ૪૦ વર્ષીય દર્દીએ કોઈક કારણસર આજરોજ બપોરના સમયે હોસ્પિટલના ચોથા માળની બારીમાંથી નીચે પડતું મૂકી જીવતર ટૂંકાવી લીધાના સામે આવેલા બનાવના પગલે સમગ્ર દાહોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકાના રેટિયા ગામે સુખી નદી નજીક રહેતા આશરે ૪૦ વર્ષની ઉંમરના ફિરોજભાઈ જવાભાઈ બીલવાલ પેટ તથા છાતીની બીમારીથી પીડાતા હોઈ તેઓને સારવાર માટે પરમદિવસ તારીખ ૨૦મી નવેમ્બરના રોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેઓની વ્યવસ્થિત રીતે સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલના તબીબ ડો. જયેશ ભાભોરના જણાવ્યા મુજબ છાતી તથા પેટના રોગની દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ચોથા માળે સારવાર લઈ રહેલા ફિરોજભાઈ બીલવાલ આજ રોજ સવારનો નાસ્તો તથા બપોરનું ભોજન લીધા બાદ તેમની બહેન સાથે વાતો કરતા અચાનક ઊભા થઈને બાથમ જવા ગયા હતા અને અચાનક તેમના મગજમાં શું થયું તે જાણે. અચાનક તેઓ બાથમ તરફથી પાછા વળીને હોસ્પિટલની બારીમાંથી કૂદી ગયા હતા. જેથી ફરજ પરના સિક્યુરિટી તથા સ્ટાફના માણસો તાત્કાલિક સ્ટ્રેચરમાં નાંખી તેને તાત્કાલિક ઈમરજન્સીમાં લાવ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર કરી વેન્ટિલેટર પર મૂકી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અમે તેને બચાવી શક્યા ન હતા. આ અંગેની જાણ હોસ્પિટલ દ્વારા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરાતા દાહોદ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો તેમજ સગા વાલા ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવતા તેઓના હૈયાફાટ દનથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. મૃતકને કોઈપણ પ્રકારની માનસિક બીમારી ન હોવાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે