સત્તાના સંતુલનની લડાઈ આનંદીબેનને હટાવવાનું દુ:ખ, પણ હવે બીજા પાટીદારની ખુરશી ન જવી જોઈએ

જાહેરમાં આનંદીબેન પટેલની માફી માગવાની વાત કરતા દિનેશ બાંભણીયા બાદ પાટીદાર સમાજના પાસના નેતાઓ સક્રિય થયા છે પરંતુ, તેમના નિવેદનનો અસલી મર્મ લોકો ચૂકી રહૃાા છે

ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે પક્કડ ધરાવતા સમાજના નેતાઓ પ્રતિક્રિયા આપી રહૃાાં છે. પાટીદૃારો પોતાનો પાવર બતાવી રહૃાાં છે તો કોળી સમાજમાં નેતાઓના વિખવાદૃો બહાર આવી રહૃાાં છે. બંનેમાં કોમન બાબત સીએમ પદની ખુરશીની છે. વર્ષોથી રાજકારણમાં સક્રિય છતાં ચૂપચાપ રહેનાર દ્વારકાના ધારાસભ્યે કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએની આપેલી પ્રતિક્રિયા અગત્યની નથી ટાઈિંમગ મહત્વનું છે.

જાહેરમાં આનંદૃીબેન પટેલની માફી માગવાની વાત કરતા દિનેશ બાંભણીયા બાદ પાટીદાર સમાજના પાસના નેતાઓ સક્રિય થયા છે પરંતુ, તેમના નિવેદનનો અસલી મર્મ લોકો ચૂકી રહૃાા છે. બાંભણિયાએ સ્પષ્ટ ઈશારો કર્યો છે કે આનંદીબેન પટેલને હટાવવાનું દૃુખ છે પણ કોઈ બીજા પાટીદારની ખુરશી ના જાય એ માટે સમાજ તકેદારી રાખે એ અતિ જ‚રી છે. આનંદીબહેનના ખભે બંદૃૂક મૂકીને બાંભણિયાએ આડકતરો પાટીદાર સમાજને ઈશારો પણ કરી દીધો છે. આ સાથે હાઈકમાન્ડને સીધો સંદૃેશ આપી દીધો છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર પોતાની પકડ ઢીલી પડવા દૃેશે નહીં.

ખોડલધામના પ્લેટફોર્મ પરથી બાંભણિયાએ આનંદીબેનની દીકરી અનાર પટેલની હાજરીમાં જાહેર મંચ પરથી માફી પણ માગી. તેમના આ નિવેદન બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે દાવો કર્યો કે પાટીદાર નેતાઓ ષડયંત્રનો શિકાર બન્યા હતા. જોકે, તેમણે એવું પણ કહૃાું કે હવે પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી. બીજી તરફ, એક સમયે પાસમાં સાથે રહેલા નેતાઓનાં નિવેદનો પણ અલગ અલગ સામે આવ્યાં છે.

આંદૃોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલે કહૃાું કે આ દિનેશ બાંભણિયાનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે અને આંદૃોલન કોઈને સત્તા પરથી હટાવવા માટે નહોતું. તો અન્ય પાટીદાર નેતાઓએ આંદૃોલન દરમિયાન ૧૪ દૃીકરાઓ ગુમાવ્યાની વાત ફરી ઉઠાવી છે.

આમ, ૧૧ વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલનના મુદ્દે ફરી ચર્ચા શ‚ થઈ છે. એક તરફ આંદોલનના પરિણામો અંગે અફસોસ વ્યક્ત થઈ રહૃાો છે, તો બીજી તરફ આંદૃોલનમાં જીવ ગુમાવનારાઓની વાત પણ સામે આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે ૨૦૨૭ની ચૂંટણી પહેલાં આ નિવેદૃનો પાછળ શું રાજકીય સંદૃેશ છે? શું પાટીદૃાર સમાજ ફરી એકવાર રાજકીય રીતે સંગઠિત થઈ રહૃાો છે? અને શું પાટીદાર સમાજની એકતા તથા શક્તિ ફરી ચૂંટણીના રાજકારણમાં મહત્ત્વનો મુદ્દો બનશે? એકાએક પાટદાર સમાજ એક્ટિવ થવા મામલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે.

ગુજરાતમાં ફક્ત પાટીદાર સમાજ જ નહીં ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં કોળી સમાજ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ વખતે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ તેજ બની છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે નિવેદૃન આપ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ. તેમના આ નિવેદનને સમાજના અન્ય આગેવાનોનો પણ ટેકો મળી રહૃાો છે. એટલું જ નહીં, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજે રાજકીય પક્ષો સમક્ષ પોતાની તાકાતનો સંકેત આપવાનું શ‚ કર્યું છે. મંત્રી પુરષોત્તમ સોલંકીએ પણ આ બાબતે ટેકો પૂરાવ્યો છે હવે આ મામલો તૂલ પકડે તો પણ નવાઈ નહીં.

કોળી સમાજના કેટલાક આગેવાનોનું કહેવું છે કે જે પાર્ટી કોળી સમાજનો ચહેરો નક્કી કરશે, તેની સાથે સમાજ રહેશે. જોકે, ચૂંટણી જાહેર થઈ નથી અને અત્યારથી કોઈ એક પક્ષને સમર્થન આપવાની વાત કરવી વહેલી ગણાશે તેવું પણ આગેવાનો જણાવી રહૃાા છે. બીજી તરફ બોટાદૃમાં મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થનમાં કોળી સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવીણ કોળીના અગાઉના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોએ કહૃાું કે કુંવરજી બાવળિયાને નિવૃત્તિની જ‚ર નથી, તેઓ તો યુવાનોને શરમાવે તેવું કામ કરી રહૃાા છે. બાવળિયાને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર થઈ રહૃાું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, કોળી સમાજના શૈક્ષણિક ભવન માટે બાવળિયા રાત-દિૃવસ મહેનત કરી રહૃાા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.