જૂનાગઢના વિસાવદર પંથકમાં કેફી પીણું પીધા બાદ બે યુવાનોનાં રહસ્યમય મોત થયાં

વિસાવદર પંથકમાં નશાકારક કે ઝેરી પીણું પીવાના કારણે બે વ્યÂક્તઓના મોત નીપજ્યા હોવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે. તાલુકાના જાંબુડી અને દુધાળા ગામના બે શખ્સોના શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થતા, તે પાછળ કોઈ ઝેરી નશાકારક પદાર્થ જવાબદાર હોવાની લોકમુખે ચર્ચાઓ તેજ બની છે. જાકે, આ ઘટનાને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.જાંબુડી અને દુધાળા ગામના બે વ્યક્તિઓ, જેઓ નશાની ટેવ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે, તેમણે કોઈ નશાકારક પીણું પીધું હતું.

આ પીણું પીધા બાદ બંનેની તબિયત લથડતા બંનેનાં મોત નીપજ્યા હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી ગઈ છે. આ સમગ્ર મામલામાં ચોંકાવનારી વધુ એક બાબત એ છે કે, બંને મૃતકોને સારવાર અર્થે કોઈ દવાખાને લઈ જવામાં આવ્યા ન હતા કે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું નથી. બંને મૃતકોની પોતપોતાના ગામમાં જ અંતિમવિધિ કરી દેવામાં આવી હોવાથી તેમના મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે બહાર આવી શક્યું નથી.

આ ઘટનાની જાણ થતા જ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સ્થાનિક રાજકીય આગેવાનો અને નેતાઓના ફોનની ધણધણાટી બોલી ગઈ હતી. બીજી તરફ, ઝેરી પીણાથી મોત થયાની આશંકાને પગલે પંથકમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ કાર્યવાહીના ડરથી બુટલેગરો હાલ પૂરતી પોતાની માયાજાળ સંકેલી લઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝેરી નશાકારક પદાર્થના કારણે બે લોકોના જીવ ગયા હોવાની ચર્ચાને પગલે પંથકમાં દારૂ કે અન્ય નશાની ટેવ ધરાવતા શખ્સોમાં પણ ભારે ફફડાટ મચી ગયો છે. હાલ તો પી.એમ. રિપોર્ટના અભાવે સમગ્ર મામલો રહસ્ય બનીને રહી ગયો છે પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.