
આમ આદમી પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ સૌરભ ભારદ્વાજે મંગળવારે પીતમપુરામાં રામલીલાના આયોજકો વિરુદ્ધ લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોકરોચના પૂતળાને બાળવાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. પોતાની ફરિયાદમાં, સૌરભ ભારદ્વાજે “શ્રી કેશવ રામલીલા સમિતિ” ના આયોજકો, દિલ્હીના મંત્રી અને સમિતિના સભ્ય કપિલ મિશ્રા સહિત અન્ય આયોજકો સામે એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. મિશ્રા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પણ હતા. મિશ્રાએ આપ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોકરોચના પૂતળાથી પ્રભાવિત લોકો દેશના રાજકારણના “દીઠ” છે.
ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં દશેરા ઉજવણી દરમિયાન રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા સાથે ૩૦ ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના પીતમપુરા સ્થિતિ નેતાજી સુભાષ પ્લેસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. કોકરોચનું એક મોટું પુતળું મુખ્ય આકર્ષણ રહ્યું.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરનારા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ બાદ કોકરોચના પુતળા દહન કાર્યક્રમે હેડલાઇન્સ બનાવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે કોકરોચના પુતળા દહનનો હેતુ ગંદકી અને તેની સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો.
આપ નેતા સૌરભ ભારદ્વાજે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે પરંપરાગત પૂતળા સાથે કોકરોચના પુતળા દહન કરવાના આયોજકોના નિર્ણયથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સંબંધિત ફોટોગ્રાફ્સ, વીડિયો અને અન્ય પ્રમોશનલ સામગ્રી દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે જા એફઆઇઆર દાખલ કરવામાં નહીં આવે તો તેઓ કોર્ટનો સંપર્ક કરશે. વળતો જવાબ આપતા કપિલ મિશ્રાએ કહ્યું, “એક વંદોનું પૂતળું બાળવામાં આવી રહ્યું છે, અને તેનાથી પ્રભાવિત લોકો દેશના રાજકારણના ઉધઈ છે.” તેમણે દાવો કર્યો કે ઘણા જૂથો દેશ વિરુદ્ધ કાવતરું કરવા માટે એક થયા છે અને અંતે, સત્યનો વિજય થશે.