મીઠાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા લક્ષ્મીબેન વજેસિંહ રાઠોડનો વયનિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

શહેરા તાલુકાના મીઠાલી પ્રાથમિક શાળામાં લાંબા સમય સુધી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા લક્ષ્મીબેન વજેસિંહ રાઠોડ વયનિવૃત્ત થતાં તેમના સન્માનમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યો હતું. જોકે, આ માસની ૩૧ ઓક્ટોબર નારોજ વયનિવૃત્તિ હોય પરંતુ આજ માસમાં તેમનો જન્મદિવસ હોવાથી આ પ્રસંગ ને વધુ યાદગાર બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ (જખઈ), ગ્રામજનો, પરિવાર જનો તથા ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત શિક્ષિકાનું ફળ, પુષ્પગુચ્છ, મોમેન્ટો અને સાલ ઓઢાળી સન્માન કરી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી.

તેમને પ્રાથમિક શિક્ષણ જુનીસૂરેલી પ્રાથમિક શાળા અને માધ્યમિક શિક્ષણ જન કલ્યાણ વિદ્યામંદિર, સુરેલી ખાતે મેળવી વર્ષ ૧૯૮૫-૮૬ માં એસ.એસ.સી. અને ત્યારબાદ વર્ષ ૧૯૮૭-૮૮- મહિલા અધ્યાપન મંદિર, ઝાલોદ પી.ટી.સી.કોલેજ ખાતે બુ.અ.પ્ર.પરીક્ષા ઉત્તીર્ણ કરી શિક્ષણક્ષેત્રે કારકિર્દીનો પાયો નાખ્યો. તેમને પોતે જે શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. તેમજ પોતાના સ્વર્ગસ્થ પિતા આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમના સાનિધ્યમાં જ જુની સુરેલી પ્રાથમિક શાળા ખાતેથી તા. ૩૦-૧૨-૧૯૮૮ ના રોજ પ્રાથમિક શિક્ષક તરીકેની કારકિર્દીની શુભ શ‚આત કરી હતી. ત્યારબાદ તેમને કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે શહેરા તાલુકાના મીઠાલી મુખ્ય પ્રાથમિક શાળામાં તા.૦૧-૧૧-૧૯૯૧થી ૩૧-૧૦-૨૦૨૬ સુધી અવિરત ૩૫ વર્ષ સુધી શિક્ષણની અવિરત જ્યોત પ્રજ્વલિત રાખી. તેઓ હંમેશા બાળકોના સર્વાંગી વિકાસ અને સંસ્થાના હિત માટે સમર્પિત રહ્યા. સતત ૩૭ વર્ષ ૧૦ મહિના ૦૧દિવસ સુધી કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકેની કામગીરી કરી ગ્રામજનો અને શાળા પરિવાર નો પ્રેમ મેળવ્યો. તેમણે વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું શિક્ષણ પણ આપ્યું હતું. તેમની સેવાઓને યાદ કરી શાળા પરિવાર અને ગ્રામજનોએ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સન્માન સમારોહ દરમિયાન તેમના શૈક્ષણિક જીવન, પારિવારિક સંસ્કારો અને શાળા પ્રત્યેના સમર્પણને યાદ કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમની નિષ્ઠા અને કામગીરી અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણા‚પ હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા લક્ષ્મીબેન રાઠોડને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેઓ સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન વિતાવે તેમજ પરિવાર સાથે સુખમય સમય પસાર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.