
કોલકાતાના કાલીઘાટમાં દુર્ગા મંદિરની મુલાકાત લીધા પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોરબાગન દુર્ગા પંડાલ અકસ્માતના પીડિતોને મળવા માટે એપોલો હોસ્પીટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ તેમની સાથે હાજર હતા. તેમણે હોસ્પીટલની દાખલ ઘાયલોને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. ચોરબાગન દુર્ગા પંડાલમાં થયેલી ભાગદોડમાં ઓગણીસ લોકોના મોત થયા હતા. અગાઉ અમિત શાહે કાલીઘાટ ખાતે દુર્ગા મંદિરની મુલાકાત લીધી હતી. દરમિયાન, પોલીસે ભાગદોડના સંદર્ભમાં પૂજા સમિતિના સચિવ અને ઉપપ્રમુખ સહિત સાત લોકોની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં પૂજા સમિતિના સચિવ અને ઉપપ્રમુખ, તેમજ વાંસનું માળખું બનાવવા, ભીડ નિયંત્રણ,વીઆઇપી પાસ ચેકિંગ અને ખાનગી સુરક્ષામાં સામેલ લોકોનો સમાવેશ થાય છે. પોલીસે જાહેર કરેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાજ કુમાર સેવાદા ઉર્ફે રાજા (૪૮), શાંતનુ દુબે (૫૫), બિપ્લબ મુખર્જી ઉર્ફે જાય (૪૮), કૌશિક સાહા (૫૩), પિન્ટુ ડે (૫૧), સુમન ચક્રવર્તી (૩૦) અને રાજેશ પાલ (૨૯) તરીકે થઈ છે.
ધરપકડ કરાયેલ આરોપી
રાજ કુમાર સેવાદા ઉર્ફે રાજાઃ ચોરબાગન પૂજા સમિતિના સચિવ.
શાંતનુ દુબેઃ પૂજા સમિતિના ઉપપ્રમુખ.
બિપ્લબ મુખર્જી ઉર્ફે જાયઃ મંડપના વાંસનું માળખું બનાવવામાં સામેલ.
કૌશિક સાહાઃ ભીડ નિયંત્રણ અને વીઆઇપી પાસ ચેકિંગના પ્રભારી.
પિન્ટુ ડેઃ ભીડ નિયંત્રણના પ્રભારી.
સુમન ચક્રવર્તીઃ ખાનગી સુરક્ષાના પ્રભારી.
રાજેશ પાલઃ ખાનગી સુરક્ષાના પ્રભારી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, અચાનક વરસાદ પછી, લોકો મંડપની અંદર ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન, એÂક્ઝટ ગેટ પાસે ભીડનું દબાણ વધી ગયું, જેના કારણે ઉપસ્થિતિમાં ગભરાટ ફેલાયો. પ્રારંભિક માહિતીમાં ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા સીટીઓ વગાડવામાં આવી રહી છે અને માઇક્રોફોન પર વીઆઇપી પાસ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. મંડપના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગોની પહોળાઈ, ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા, અમિત શાહે રવિવારે સવારે કાલીઘાટ મંદિરમાં પ્રાર્થના કરી હતી અને પછી એપોલો હોસ્ગપિટલમાં ગયા હતા. નોંધનીય છે કે શનિવારે સાંજે ઉત્તર કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં વરસાદ વચ્ચે ભીડમાં અચાનક વધારો થવાને કારણે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૯ લોકો માર્યા ગયા હતા અને ૨૫ અન્ય ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે રહેલા શાહે અકસ્માત બાદ દુર્ગા પૂજા પંડાલોની મુલાકાત લેવાના તેમના સુનિશ્ચિત કાર્યક્રમો રદ કર્યા હતા.