સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ : લુણાવાડાની ઐતિહાસિક ગાંધી કુટીર ખાતે સિનિયર સિટીઝનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ગાંધીજીના વિચારો અને વડાપ્રધાનની પ્રેરણાને ચરિતાર્થ કરતા લુણાવાડાના વડીલો: ગાંધી કુટીર પરિસરમાં આપી સ્વચ્છાંજલિ.

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન અને જનસેવાના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીની પ્રેરણા તથા પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શોને અનુસરીને દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહીસાગર જીલ્લા મથક લુણાવાડા ખાતે એક પ્રેરણાદાયી પહેલ જોવા મળી હતી. અહીં આવેલી ઐતિહાસિક ગાંધી કુટીર ખાતે નગરપાલિકાના સહયોગથી સિનિયર સિટીઝનો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું અને પૂજ્ય બાપુને સાચા અર્થમાં સ્વચ્છાંજલિ અર્પણ કરવામાં આવી હતી.