કાલોલ તાલુકાના નજીકના વિસ્તારમાં બનેલી ઘટનામાં ગોધરા અભયમ ટીમે મહિલાને જરી માર્ગદર્શન આપી સુરક્ષા માટે મદદ કરી.
કાલોલ તાલુકાના નજીકના વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાએ પતિ દ્વારા વારંવાર વહેમ અને શંકાના આધારે ઝઘડા કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાની રજૂઆત અભયમ ટીમ સમક્ષ કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ, તેના લગ્નજીવનને અંદાજે ૧૦ વર્ષ થયા છે અને તેને બે બાળકો છે.
મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ પતિ દ્વારા તેની સાથે ઝઘડો કરી મારપીટ કરવામાં આવી હતી. ઉપરાંત, પતિ દ્વારા તેને મારી નાખવાની તેમજ છૂટાછેડા આપી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મહિલાના જણાવ્યા મુજબ, તેના પતિનો ગામના એક યુવક સાથે ઝઘડો થયો હતો. આજ રોજ તેમના પતિએ ૧૮૧ પર કોલ કરીને વાન બોલાવી મારી છેડતી થઈ તેવું જણાવેલ પરંતુ મારી સાથે કોઈ પણ પ્રકારની છેડતી થઈ નથી મારા પતિ દ્વારા તે યુવક વિદ્ધ છેડતીની ફરિયાદ કરવા માટે મારા ઉપર દબાણ કરવામાં આવે છે. આ સમગ્ર પરિસ્થિતિના કારણે મહિલા માનસિક રીતે પરેશાન થઈ હતી અને પોતાની તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત હતી.મહિલાની રજૂઆતને ધ્યાનમાં લઈને ગોધરા અભયમ ટીમે સ્થળ પર પહોંચી તેને સાંભળી જરી માર્ગદર્શન આપ્યું હતું. મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવવામાં આવી હતી.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા મહિલાની અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અભયમ ટીમ દ્વારા મહિલાને મુશ્કેલીના સમયે યોગ્ય સહાય અને કાયદાકીય માર્ગદર્શન મેળવવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.