દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા શિવાની દીદીનું પ્રવચન સાથે ત્રિ-દિવસીય રાજયોગ શિબિર યોજાશે

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય – વિશ્ર્વ વિદ્યાલય, દાહોદ દ્વારા – આગામી અઠવાડિયે દાહોદના આંગણે સ્વાસ્થ્ય, સુખ અને આધ્યાત્મિક જીવન કળા પર વિશેષ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં ૩ આવ્યું છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના મુખ્ય સંચાલિકા બિ.કે. સુરેખાદીદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, = તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાંજે ૬૦૦થી ૮:૦૦ કલાકે સીટી ગ્રાઉન્ડ, તાલુકા પંચાયતની સામે, દાહોદ ખાતે સુપ્રસિદ્ધ આતરરાષ્ટ્રાય પ્રરક વક્તા બ.કે. શિવાની દીદીનું વિશેષ પ્રવચન યોજાશે. આ કાર્યક્રમ નો મુખ્ય વિષય સદા સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવાની કળા છે. દાહોદમાં પ્રથમ વાર યોજાઈ આત્મ વિશ્ર્વાસ, સકારાત્મક જીવનશૈલી તેમજ દૈનિક જીવનન રહેલા આ કાર્યક્રમમાં મનની એકાગ્રતા, શાંતિ, નિર્ભયતા, સમસ્યાઓના સમાધાન અંગે વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ ઉપરાંત, તારીખ ૧૩, ૧૪ અને ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બ્રહ્માકુમારીઝ સેન્ટર સીટી ગ્રાઉન્ડ સામે, દાહોદ ખાતે ત્રિ-દિવસીય રાજયોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનું સંચાલન રાજયોગ શિક્ષિકા, આધ્યાત્મિક ગાયિકા-ગીતકાર અને મોટિવેશનલ સ્પીકર બિકેડો.દામિનીબેન કરશે.