લીમડીની ગોકુલધામ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

સોના- ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા ૧.૯૧ લાખ ના મત્તાનો હાથ ફેરો કરી ગયા.

લીમડી નગરની ગોકુલધામ સોસાયટીમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી લાકડાના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં મુકેલ તિજોરી, પેટી પલંગ તથા કબાટના દરવાજા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ‚પિયા ૧.૯૧ લાખ ઉપરાંતની કિંમતની મત્તા ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગોવિંદગુરૂ લીમડી તાલુકાના મુખ્ય મથક એવા લીમડી નગરમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં મકાન નંબર-૨૫ માં રહેતા ૫૯ વર્ષીય હંસાબે ન દલાભાઈ ભાભોર પોતાના ઘરના લોખંડ ના મુખ્ય દરવાજાની પાછળ આવેલ લાકડાના દરવાજાને તાળું મારી સુખસર તાલુકાના મારગાળા ગામે પોતાના વતનમાં તારીખ ૧-૧૦-૨૦૨૯ ના રોજ ગયા હતા અને તારીખ ૭-૧૦-૨૦૨૯ દરમિયાન તસ્કરોએ હંસાબેન ભાભોરના બંધ મકાનને નિશાન બનાવી ઘરનો લોખંડનો મુખ્ય દરવાજો ખુલ્લો હોઈ તે દરવાજા પાછળના લાકડાના દરવાજાનો નકુચો તોડી નાખી મુખ્ય દરવાજા વાટે તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના અંદરના રૂમમાં મુકેલ તિજોરી, પેટી પલંગ તથા કબાટના દરવાજા તોડી નાખી તિજોરીના ડ્રોવરમાં મુકેલ રૂપિયા ૯૦,૦૦૦/-ની કિંમતની આશરે ૩૦ ગ્રામ કુલ વજનની અલગ અલગ તથા રૂપિયા ૬૦૦/-ની કિંમતની આશરે ૧૫ ગ્રામ કુલ વજનની પગની આંગળીઓમાં પહેરવાની વિછુડીઓ જોડ નંગ-૩ મળી રૂપિયા ૧,૮૬,૬૦૦/-ની કુલ કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ડ્રોવરમાં મુકેલ રૂપિયા ૫૦૦૦/-ની રોકડ મળી ‚પિયા ૧,૯૧,૯૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. હંસાબેન ભાભોર તારીખ ૭-૧૦-૨૦૨૬ ના રોજ પરત લીમડી ગોકુલધામ સોસાયટી ખાતેના પોતાના ઘરે આવતા ઘરનો દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોતા ઘરમાં ચોરી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. ઘરમાં જતાં જ તિજોરી પેટી પલંગ તેમજ કબાટોના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તિજોરી માંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ વગેરે તસ્કરો લઈ ગયા હોવાનું જણાઈ આવતા હંસાબેન દલાભાઈ ભાભોરે આ સંબંધે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોર્ડ તથા એફએસએલની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.