
નવરાત્રી મહોત્સવ અને દશેરાની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા અને ઘોંઘાટ-પ્રદૂષણ પર નિયંત્રણ જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં નવરાત્રી અને દશેરા તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ના સમયગાળા દરમિયાન ખાનગી કે જાહેર સ્થળોએ રાસ-ગરબાના કાર્યક્રમો માટે પબ્લક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર રાત્રિના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી જ વગાડી શકાશે.
રાત્રે ૧૨ઃ૦૦ કલાક પછી લાઉડ સ્પીકર વગાડવા પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. તા. ૨૧/૧૦/૨૦૨૬ અને તે પછીના સામાન્ય દિવસો માટે રાત્રિના ૧૦ઃ૦૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર/એડ્રેસ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મહ¥વનું છે કે, નવરાત્રિ દરમિયાન લાઉસ્પીકરના ઉપયોગને લઈને રાજ્ય સરકારે વિશેષ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. નવરાત્રિ દરમિયાન રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ જિલ્લા કક્ષાએ જરૂરી કાર્યવાહી કરી, સંબંધિત કલેક્ટરોને સ્થાનિક સ્તરે નોટિફિકેશન જારી કરવાની સૂચના આપી છે.
જેથી આ મામલે ગરબા આયોજકો તથા ખેલૈયાઓએ પોતાના જિલ્લામાં લાગુ પડતી શરતો તેમજ સમય અંગેનું જાહેરનામું જાવાનું રહેશે.નવરાત્રિ દરમિયાન રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ આપવામાં આવી છે, જેમાં માઈક, લાઉડસ્પીકર અથવા પÂબ્લક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે અને ત્યાર બાદ બંધ કરવા પડશે. પરંતુ ૧૨ વાગ્યા બાદ ઢોલ-મંજીરા જેવા પરંપરાગત વાદ્યો સાથે ગરબાની છૂટ અંગે સ્થાનિક જાહેરનામાની શરતો લાગુ પડશે.