દાહોદ નગરપાલિકા નવીન ભવન ખાતે સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

દાહોદ નગરપાલિકા નવીન ભવન ખાતે સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

સફાઈ કર્મચારીઓના આરોગ્યની નિયમિત ચકાસણી અને રોગોની વહેલી તકે ઓળખના હેતુસર કેમ્પનું આયોજન.

દાહોદ નગરપાલિકાના નવીન ભવન ખાતે શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓના આરોગ્યની સંભાળ અને સમયસર આરોગ્ય તપાસ થઈ શકે તે હેતુસર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મચારીઓ દરરોજ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન જેવી કામગીરી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમના આરોગ્યની નિયમિત ચકાસણી કરવી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સામાન્ય પરંતુ ગંભીર આરોગ્ય સમસ્યાઓની વહેલી તકે ઓળખ કરવી તેમજ જ‚ર જણાય તો સમયસર તબીબી માર્ગદર્શન અને સારવાર માટે રિફર કરવા આ કેમ્પનો મુખ્ય હેતુ હતો.કેમ્પ દરમિયાન આશરે ૫૫થી ૬૦ સફાઈ કર્મચારીઓનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર તેમજ સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા કર્મચારીઓને સ્વચ્છતા, વ્યક્તિગત આરોગ્યની કાળજી તથા નિયમિત આરોગ્ય તપાસ અંગે જ‚રી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના તમામ કાઉન્સિલરઓ ઉપસ્થિત રહી કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.સફાઈ કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપી યોજાયેલા આ મેડિકલ કેમ્પથી કર્મચારીઓને કાર્યસ્થળ નજીક જ આરોગ્ય તપાસની સુવિધા મળી હતી. કર્મચારીઓના આરોગ્યની નિયમિત દેખરેખ રાખવા માટે આવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ બની રહે.