સંતરામપુરના હીરાપુર પાસે એસટી અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૨ યુવકોના મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. દાહોદ ડેપોની પીટોલથી પાટણ જતી બસ સાથે બાઈક અથડાતાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

હીરાપુર નજીક સર્જાયો ભયાનક અકસ્માત : પ્રાથમિક વિગતો અનુસાર દાહોદ ડેપોની પીટોલથી પાટણ ‚ટની જઝ બસ હીરાપુર નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે પૂરઝડપે આવતી બાઈક અને જઝ બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કૂચો નીકળી ગયો હતો.

સારવાર દરમિયાન બીજા યુવકનું મોત સંતરામપુરથી ઝાલોદ જતા હાઈવે રોડ પર આવેલા હીરાપુર ગામે એસ.ટી. બસ સાથે સર્જાયેલા અકસ્માતમાં દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના બમ્બેલા ગામના ગોવિંદ પારગી અને ધાવડીયા ગામના હર્ષદ કલારાનું ક‚ણ મોત નીપજ્યું છે, જ્યારે આ અકસ્માતમાં ધાવડીયા ગામના અન્ય એક યુવક હર્ષદ ચરપોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

વતન તરફ જતાં ત્રણ મિત્રોને નડ્યો અકસ્માત દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામોના રહેવાસી એવા ત્રણ મિત્રો વતન પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરમાં અભ્યાસ કરતો ગોવિંદ પારગી તથા બાયડ ખાતે મજૂરી કામ કરતા તેના બે મિત્રો હર્ષદ કલારા અને હર્ષદ ચરપોટ એક જ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન હીરાપુર પાસે અકસ્માત નડતાં બે મિત્રોના ક‚ણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

સંતરામપુર પોલીસે તપાસ શ‚ કરી ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે