
ગોધરા-અમદાવાદ હાઈવે પર સર્વોદય હોટલ નજીક પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર મૂળ ટીંબાગામના ૭૭ વર્ષીય વેપારી ઓછવલાલ જમનાદાસ ઠાકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજ્યું હતું.
અકસ્માની જાણ થતાં કાકણપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે તેમજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે જરી કાર્યવાહી કરી પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે કાકણપુર પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કારના ચાલક વિદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.