તા.૦૮/૦૯/૨૦૨૬ના રોજ અત્રેની ગોધરા સબ જેલ ખાતે જેલોના વડા .ડી.જી.પી. ડો.કે.એલ.એન.રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી (વડોદરા ઝોન) માર્ગદર્શન મુજબ તેમજ જીલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી જે.એન.શાહ તથા ગોધરા સબ જેલના અધિક્ષક આર.બી મકવાણા ની સુચના અનુસાર ગુજરાત રાજય યોગ બોર્ડ (ગુજરાત સરકાર) ધ્વારા ઓનલાઇન યોગ વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના yoga for 365 Days ઉફુત સંકલ્પને જન-જન સુધી પહોચાડવાના ઉદેશ્ય સાથે તેમજ યોગ સેવક શીશપાલ ચેરમેન તરફથી પંચમહાલ, દાહોદ, ખેડા અને મહીસાગર જીલ્લામાં ઓનલાઇન યોગ વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ વેબિનારમાં ઝોન કોરઓડીનેટર પીન્કીંબેન મેકવાલના સહયોગથી તથા જીલ્લા કોરઓડીનેટર સોનલ પરીખ તથા સોનલ દરજી તથા તેમની જીલ્લાની યોગ બોર્ડની ટીમ તથા સામાજીક ક્રાર્યકરો હાજર રહેલ હતા. તેમજ ગોધરા જેલના સ્ટાફના કર્મચારીઓ તથા ગોધરા જેલમાં આવેલ તમામ બંદિવાન ભાઇઓ/બહેનોએ પોતાની બેરેકમાં ટેલીવિઝનના માધ્યમથી આ વેબિનારમાં જોડાયા હતા. જેમાં યોગસેવક શીશપાલ ધ્વારા યોગનું મહત્વ અને યોગને દૈનીક જીવનમાં અભિન્ન ભાગ બનાવવો યોગ અને સંતુલીત આહાર ધ્વારા શારીરીક અને માનસીક સ્વાસ્થ અંગે જાગૃતી લાવવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરીત કરવાનો શુભ સંદેશ આપવામાં આવેલ હતો. તેમજ ચેરમેન તરફથી તમામ લોકોને યોગ, આહાર, આરોગ્ય અને સફળ જીવનશૈલી અંગે વ્યહવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. અંતમાં જેલ પ્રશાસન તરફથી બહારથી પધારેલ તમામ મહાનુભાવોનો વેબિનારમાં જોડાવા માટે આભાર માન્યો હતો.