
અમદાવાદના વાડજ સર્કલ નજીક છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ નવો ૭૦૦ મીટરથી વધુ લાંબો ફોર-લેન લાયઓવર બ્રિજ બનીને સંપૂર્ણ તૈયાર છે. છસ્ઝ્ર દ્વારા આ સંપૂર્ણ પ્રોજેક્ટનું અંદાજિત આયોજન રૂ. ૧૦૭ કરોડનું હતું, જેમાંથી રૂ. ૭૦ કરોડના ખર્ચે હાલ આ લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને મનપા દ્વારા સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ બ્રિજ શ થવાથી ઉસ્માનપુરા, રાણીપ, આશ્રમ રોડ, ભીમજીપુરા અને શાહીબાગ વચ્ચેની કનેક્ટિવિટી ખૂબ જ સરળ બની જશે. તેના પરિણામે રોજના ૧ લાખથી વધુ વાહનચાલકોને વાડજ સર્કલના ભારે ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે. આ લાયઓવર બ્રિજ કાર્યરત થયા બાદ, ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે દધીજી બ્રિજથી ભીમજીપુરા તરફ એક નવો અંડરપાસ બનાવવામાં આવશે.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આજથી ત્રણ વર્ષ પહેલાં આ બ્રિજની કામગીરી શ કરવામાં આવી હતી. છસ્ઝ્ર દ્વારા અંદૃાજિત . ૧૦૭ કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે ૭૦૦ મીટરથી વધુ લાંબો આ શાનદૃાર ફોર લેન લાયઓવર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. મનપા દ્વારા સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં આ બ્રિજનું લોકાર્પણ કરીને તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
વાડજ સર્કલ પર પીક અવર્સમાં થતી ભારે ટ્રાફિક જામની સમસ્યાથી હવે લોકોને મોટી રાહત મળશે. આ બ્રિજ શ થવાથી રોજના ૧ લાખ કરતા પણ વધુ વાહનચાલકોને સીધો ફાયદૃો થશે. આ લાયઓવરના નિર્માણથી ઉસ્માનપુરા, રાણીપ, આશ્રમ રોડ, ભીમજીપુરા અને શાહીબાગ વચ્ચેની કનેક્ટિવિટી ખૂબ જ સરળ અને ઝડપી બની જશે, જેનાથી વાહનચાલકોનો સમય અને ઇંધણ બંને બચશે.
વાડજ જંક્શનને સંપૂર્ણપણે ટ્રાફિકમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા ભવિષ્યનું પણ આયોજન કરાયું છે. આ નવો લાયઓવર બ્રિજ કાર્યરત થયા બાદ, પ્રોજેક્ટના આગામી તબક્કામાં દધીજી બ્રિજથી ભીમજીપુરા તરફ એક નવો અંડરપાસ બનાવવામાં આવશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થતાં સમગ્ર વિસ્તારમાં વાહનોની અવરજવર એકદમ સરળ અને અવરોધમુક્ત બની જશે.