‘મન કી બાત’ના ૧૩૭માં એપિસોડનું સામૂહિક શ્રવણ: ભાજપના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત.

કાલોલ તાલુકાના એરાલ ગામ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના ૧૩૭મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે જીલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળના બંને મહામંત્રીઓ વીરેન્દ્રસિંહ પરમાર તથા નરેન્દ્ર જાદવ સહિત જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીના પ્રેરણાદાયી વિચારો અને રાષ્ટ્રહિતની વાતોને સૌએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. મન કી બાતના માધ્યમથી મળેલા માર્ગદર્શનને આત્મસાત કરી સૌએ રાષ્ટ્રસેવા અને સમાજસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો.