ગોધરા ગેની પ્લોટ વિસ્તારમાંથી ગૌમાંસ કટીંગ કરી વેચાણ કરતા 15 ગુનાના આરોપી સહિત ત્રણને પોલીસે ઝડપ્યા

ગોધરા ગેની પ્લોટ ઉમર મસ્જીદ પાસે આરોપીના કબ્જાના પતરાના શેડમાં કોઈ જગ્યાએથી ગૌવંશ લાવી તેનું કત્તલ કરેલ છે અને માસનું છુટક વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 56 કિલો માંસના જથ્થા સાથે બે આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે.

ગોધરા ગેની પ્લોટ ઉમર મસ્જીદ પાસે રહેતા આરોપી અબ્દુલ રઉફ હુસેન બદામ ઉર્ફે સઈદ હાજી પોતાના ધર નજીક આવેલ કબ્જાના હુસેની ચણેલ પતરાના શેડમાં કોઈ જગ્યાએથી ગૌવંશ લાવી રાખેલ છે. અન્ય આરોપીઓ શોએબ હુસેન અદા, અહેમદ રમજાની સિકંદર બુઢ્ઢા સાથે મળી ગૌવંશનું કત્તલ કરેલ છે. આ માસંનો જથ્થો છુટકમાં વેચાણ કરે છે. તેવી બાતમી બી ડીવીઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 56 કિલો માંસનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.17,600/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓ અબ્દુલ રઉફ હુસેન બદામ ઉર્ફે સઈદ હાજી અને શોએબ હુસેન અદાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.