
સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં ₹1.21 કરોડના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે. આનાથી ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે.આજે PHC ના નિર્માણ સ્થળે સળિયા, સિમેન્ટ અને અન્ય જરૂરી બાંધકામ સામગ્રી લાવીને કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ આ વિકાસ કાર્યને આવકાર્યો છે.
નવીન ઙઇંઈ માં આધુનિક સુવિધાઓ જેવી કે ઓપીડી, ઈમરજન્સી, લેબોરેટરી, પ્રસુતિ ખંડ અને દર્દીઓ માટે વેઈટિંગ મની વ્યવસ્થા કરવામાં આવશે. આ કેન્દ્રનો સીધો લાભ આસપાસના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે.
સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે, અત્યાર સુધી બહાદરપુર અને આજુબાજુના ગામના લોકોને નાની-મોટી સારવાર માટે સંખેડા કે વડોદરા જવું પડતું હતું. નવી ઙઇંઈ શ થવાથી ગામમાં જ પ્રાથમિક સારવાર, રસીકરણ, માતૃ-બાળ આરોગ્ય સેવા અને ૨૪ કલાક ઈમરજન્સી સુવિધા મળી શકશે, જેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
કામગીરી શ થતા ગામના સરપંચ ભૌમિકભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઝડપથી કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખી હતી. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, નક્કી કરેલ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરીને ઙઇંઈ નું લોકાર્પણ કરવામાં આવશે.