પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, કોઠી ત્રણ રસ્તા પાસે એક ઈસમને સ્ટેશન વિસ્તાર માંથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો અને ગોધરા એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકના ગુના અનડિટેકટ કરાયો છે.
ગોધરા એસ.ઓ.જી. પોલીસ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, એક ઈસમો ચોરીમાં ગયેલ બાઈક સાથે ફરે છે તેવી બાતમીના આધારે કોઠી ત્રણ રસ્તા પાસેથી આરોપી ફાલ્ગુન મહેન્દ્રભાઇ માછી (રહે. સાધરા, તા.શહેરા)ને ચોરીની બાઈક કિંમત રૂ.૧૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના બે બાઈક ચોરીના ગુના અનડિટેકટ કર્યા છે.