મોરવા(હ)ના પટલીયા ગામે યુવક-યુવતિને થાંભલા સાથે બાંધી તાલિબાની સજા આપતાં ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના પટલીયા ગામે રહેતા ફરિયાદીને યુવતિ સાથે પ્રેમ સંબંધ થતાં બન્ને રાજીખુશીથી અમદાવાદ ચાલ્યા ગયા હતા. આરોપીએ ફોન કરી મહિલા પોલીસ મથકે અરજી આપેલ છે. જેથી જવાબ આપી જાવ તેમ કહેતા ફરિયાદી અને યુવતિ સાસરીમાં આવ્યા હતા. ત્યારે ચાર આરોપી ઈસમોએ ગાળો આપી યુવતિની લાજ લેવાના ઈરાદે દોરડું બન્ને થાંભલા સાથે બાંધી લાકડી વડે મારમારી તાલિબાની કૃત્ય આચરતા આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના પટલીયા ગામે આશીષકુમાર દિલીપસિંહ બારીયા (રહે. ગાજીપુરા)ને ભાવનાબેન સાથે પ્રેમ સંબંધ થતા બન્ને પોતાની રાજીખુશીથી અમદાવાદ ખાતે ચાલ્યા ગયા હતા. ત્યારે આરોપી નિલેશ જુવાનસિંહ ખાંટ ફોન કરીને આશીષને જણાવેલ કે, તમારી વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે અરજી કરેલ છે. જેથી તમે મહિલા પોલીસ સ્ટેશનમાં જવાબ આપી જાવ તેવી વાત કરતાં આશીષ અને ભાવનાબેન પોતાની સાસરીમાં પટલીયા ગામે આવેલ હતા. તે વખતે આરોપીઓ નિલેશ જુવાનસિંહ ખાંટ, દિનેશ રતનસિંહ ખાંંટ, વિજય રતનસિંહ ખાંટ, મહેશ જુવાનસિંહ ખાંટએ બન્ને ગાળો આપીને ગડદાપાટુનો માર માર્યો હતો અને ભાવનાબેન ની લાજ લેવાના ઈરાદે ગાળો આપી નિલેશ ખાંટ પોતાના ધરે દોરડું લઈ આવી આશીષ અઅને ભાવનાબેનને થાંભલા સાથે બાંધી ગેરકાયદેસર રીતે અટકાયત કરીને લાકડીઓ વડે મારમારી તાલિબાની કૃત્યુ આચર્યું હતું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.