શહેરા તાલુકાના નાંદરવા રાવત ફળીયામાં રહેતા ૫૦ વર્ષીય પોતાના ખેતરમાં ધાસ કાપી ધાસનો ભારો માથે મુકતી વખતે ભારા માંથી સાપ નીચે પડતા જમણા પગની પિંડીના ભાગે કરડી જતાં મરણ જવા પામ્યું છે.
શહેરા તાલુકાના નાંદરવા રાવત ફળીયામાં રહેતા વિપુલકુમાર રાવતની માતા કોકીલાબેન મંગળતભાઈ રાવત પોતાના ખેતરમાં ધાસ કાપી ભારો બાંધી માથે મુકતી વખતે ભારા માંથી સાપ નીચે પડતા કોકીલાબેન રાવતાના જમણા પગની પિંડીના ભાગે કોઈ ઝેરી સાપ કરડી જવાથી મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે શહેરા પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.