સંખેડાના લાછરસના તળાવમાં ન્હાવા પડેલ યુવક ડુબ્યો : શોધખોળ હાથ ધરાઈ

સંખેડા તાલુકાના લાછરસ ગામના તળાવમાં ન્હાવા ઉતરેલો સ્થાનિક યુવક ડુબ્યો હતો. એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓએ ડુબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી.

સંખેડા તાલુકાના લાછરસ ગામનો યુવક ભીલ સુખરામભાઈ શંકરભાઈ તળાવની સામેના કિનારે મજુરી કરવા ગયો હતો. સાંજે મજુરી કરીને આવ્યા બાદ તે તળાવમાં ન્હાવા પડ્યો હતો. તે દરમિયાન તે ડુબી ગયો હતો. ભીલ સુખરામભાઈ શંકરભાઈ તળાવમાં ડુબી ગયો હોવાની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. આ બાબતે તંત્રને જાણ કરાતા એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી. અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ડુબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી.