દે.બારીયા શહેરમાં આદિવાસી દિવસના દિવસે એક મહારેલીનું આદિવાસી સમાજના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આવા શુભ પ્રસંગે જળ, જંગલ અને જમીનના મુળ રક્ષકો અને માલિકોના ક્રાંતિકારી એવા ભગવાન બિરસા મુંડાની વિશાળ પ્રતિમાનું શહેરના બસ સ્ટેન્ડના મુખ્યદ્વારના પાસે સ્થાપના કરવામાં આવી હતી. જેના સાથે હાજર ગણોમાં ખાસ કરીને આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.૦૯/૦૭/૨૦૨૬ના રવિવારના રોજ વિશ્ર્વ આદિવાસી દિવસને લઈને પંથકના તમામ આદિવાસી ભાઈઓએ એક મહારેલીમાં જય જોહરના નારાઓ ગુંજી ઉઠીયો હતો. જેમાં સૌ શહેરની કોમી એકતાના દ્દશ્યો જોવા મળ્યા હતા. તેમજ આદિવાસીના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. તેમના ચરણોમાં શ્રઘ્ધાના ફુલો અર્પણ કરવામાં આવ્યા હતા. રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સાથે પોલીસ જવાનો ખડેપગે જોવા મળ્યા હતા.