દાહોદમાં જમીન સર્વે ભવન ખાતે રેવન્યુ તલાટીની તાલીમ યોજાઇ

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળ કાર્યરત જમીન રેકર્ડ શાખા દ્વારા જમીન સંબંધિત સેવાઓને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ અસરકારક રીતે અમલમાં મુકવામાં આવતી હોય છે.

દાહોદ જમીન સર્વે ભવન ખાતે નવી ભરતી થયેલ રેવન્યુ તલાટીઓ માટે ૨૧ દિવસની રેગ્યુલર તાલીમ યોજાઈ રહી છે. જેમાં ૧૧૧ નવનિયુકત મહેસુલી તલાટીઓએ તાલીમ લઈ રહ્યા છે. જેમાં જમીનના ચોકકસ સર્વેક્ષણથી લઈને રેકોર્ડ અપડેટ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કઈ રીતે કરવામાં આવે છે એ અંગે વિસ્તાર પુર્વક અને તાલીમબદ્ધ રીતે માસ્ટર્સ ટ્રેનર્સ થકી તાલીમ આપવામાં આવી રહી છે. જેના પરિણામે નાગરિકોને ઝડપી અને વિશ્ર્વસનીય સેવાઓ મળી રહે છે. તાલીમ દરમિયાન મહેસુલ વિભાગના અનુભવી અધિકારીઓ અને વ્યાખ્યાતાઓ દ્વારા વિવિધ સરકારી જોગવાઈઓ, તલાટી કમ મંત્રી દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓ, રેકર્ડ સંભાળવાની પદ્ધતિ, ઓનલાઈન સેવાઓ, નાગરિક કેન્દ્રિત સેવા પ્રદાન તેમજ શાસનની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. આ વ્યવસ્થાના પરિણામે નાગરિકોને જમીનના સાચા અને વિશ્ર્વસનીય રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થાય છે. માહિતીમાં પારદર્શિતા વધે છે. બેંક લોન મેળવવામાં સહાય મળે છે. જમીન સંબંધિત વિવાદોમાં ધટાડો થાય છે. તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સમયસર લાભ પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.