બાલાસિનોરના ઓથવાડ ગામે સોલાર પ્લાન્માંથી રૂ.૧.૫૦ લાખની કોપર પટ્ટી અને કેબલની ચોરી

બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે ચાલતા સોલાર પ્લાન્ટમાં કામની જગ્યાએ તસ્કરોએ ‚.૧.૫૦ લાખના કોપરની પટ્ટી તેમજ કેબલ વાયરોની ચોરી કરી ગયા હોવાની સિકયોરિટી ગાર્ડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બાલાસિનોરના ઓથવાડ ગામે આવેલ જી.એસ.પી.ક્રોપ સાયન્સ લિ.માં રાતના સમયે સિકયોરિટી સ્ટાફ તરીકે નોકરી કરતા કુલદિપસિંહ બાબુસિંહ સોલંકીએ તસ્કરો સામે કં૫નીની જગ્યામાં ખુલ્લામાં રાખેલ ૪૦ કિલો વજનની કોપરની પટ્ટી તેમજ ૧૪૦ મીટર કેબલ વાયર મળી કુલ ‚.૧.૫૦ લાખની મત્તા ગત તા.૧૪ના રોજ રાતના સમયે ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. સોલાર કંપનીમાં લાઈટ સપ્લાય માટે ડી.પી.નાંખવાની હતી. જે ડીપીના અર્થિંગ માટે કોપરની આ પટ્ટી મંગાવી હતી. સાઈટ ઈન્ચાર્જે આ અંગે જાણ કર્યા બાદ સિકયોરિટી સ્ટાફે ઓથ ગામ તથા આસપાસના ગામમાં તપાસ કરી હતી. પરંતુ કોપરની પટ્ટી કે કેબલ વાયર ન મળી આવતા આખરે બાલાસિનોર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.