
છોટા ઉદેપુર તાલુકાના ઝોઝ પોલીસે લીંબાણી ગામ પાસેથી રૂ. 2,54,480/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઝોઝ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક ટ્રેક્ટરમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લીંબાણી ગામ પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન, નંબર પ્લેટ વગરનું એક ટ્રેક્ટર ટ્રોલી સાથે આવતા તેને રોકવામાં આવ્યું હતું. પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીની તપાસ કરતા, તેની નીચે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દાની કુલ ૯૨૮ બોટલો મળી આવી હતી. આ દાની કિંમત 2,54,480/- આંકવામાં આવી છે.
પોલીસે ટ્રેક્ટરમાં સવાર નિલેશ જુવાનસિંગ રાઠવા (રહે. ડોલર ફળિયા, કાકડપા, તા.જી. છોટા ઉદેપુર) અને નિહાગભાઈ કેશવભાઈ રાઠવા (રહે. કુવા ફળિયા, નાથપુરા, તા. ઘોઘંબા, તા. પંચમહાલ) ને ઝડપી પાડ્યા હતા. ઝોઝ પોલીસે બંને આરોપીઓ વિદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.