મુંબઇ, શેર બજાર શુક્રવારે જોરદાર તેજી સાથે બંધ થયું છે. બજારનાં પ્રમુખ ઈંડેક્સ ગ્રીન નિશાન પર બંધ થયાં હતાં. બીએસઇ સેંસેક્સ ૪૬૬ અંક વધીને ૬૩૩૮૪ પર બંધ થયું જ્યારે નિફ્ટી ૧૩૨ પોઈન્ટ વધીને ૧૮૮૨૦ પર બંધ થયું છે. ઈંટ્રાડેમાં નિફ્ટી એફએમસીજી ઈંડેક્સે પણ રેકોર્ડ તોડ્યો છે.
બજારમાં બેંકિંગનાં સ્ટોક્સ જોશમાં કામ કરી રહ્યાં છે. નિફ્ટી બેંક ઈંડેક્સ ૧% નાં વધારા સાથે બંધ થયો આઇકેઆઇઓ લાઈટિંગની પણ આજે લિસ્ટિંગ શરૂ થઈ છે. આ પહેલા ગુરુવારે બાએસઈ સેંસેક્સ ૩૧૦ અંક નીચે ૬૨૯૧૭ પર બંધ થયું હતું.
મિડકેપ સતત પાંચમા દિવસે નવી ઊંચાઈ પર બંધ થયું. બેંકિંગ સિવાય ફાર્મા, મેટલ વગેરેનાં શેરોમાં વધારો જોવા મળ્યો જ્યારે આઇટી, રિયલ્ટી શેરો દબાણમાં જોવા મળ્યાં. પીયુસી બેંક સેક્ટર ૧%નાં વધારા સાથે બંધ થયું. તો કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર ઈંડેક્સ ૦.૫%નાં વધારા સાથે બંધ થયું છે.