કચ્છમાં કેમિકલ ભરેલા બે ટેક્ધર વચ્ચે ટક્કર થતા આગ ભભૂકી, ધડાકાભેર બ્લાસ્ટ થતા બે ડ્રાઈવર જીવતા ભડથુ

અબડાસા પંથકમાં કેમિકલ ભરેલા બે ટેક્ધર વચ્ચેની ટક્કર બાદૃ અચાનક આગ ભભૂકી ઉઠતા બે લોકો જીવતા ભડથું થયા હોવાની કાળજું કંપાવતા અકસ્માતની ઘટના સામે આવી છે. અબડાસા તાલુકાના ભાનાડા ગામ નજીક હાઈવે પર ગઈકાલે (૨ જુલાઈની) મોડી સાંજે કેમિકલ ભરેલા બે ટેક્ધર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાંની સાથે જ બંને વાહનોમાં જોરદાર આગ ભભૂકી ઊઠી હતી અને જોતાજોતામાં બંને ટેક્ધરો સળગીને ખાખ થઈ ગયા હતા. જે આ ભયાનક અકસ્માતના રુંવાડા ઊભા કરતા વીડિયો પણ હાલ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે ૨ જુલાઈની મોડી સાંજે કચ્છ અબડાસાના ભાનાડા ગામ નજીક હાઈવે પર કેમિકલ ભરેલા બે ટેક્ધર વાહનો પસાર થઈ રહૃાા હતા, ત્યારે આ બે ટેક્ધર એકબીજા સાથે ટકરાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોમાં કેમિકલ ભરેલું હોવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યા બાદ ટેક્ધરમાં એક પછી એક જોરદાર બ્લાસ્ટ (ધડાકા) થયા હતા. આ બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ધ્રુજી ઊઠ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

આ ભીષણ આગની ચપેટમાં આવી જતાં બંને ટેક્ધરના ચાલકો વાહનની કેબિનમાં જ ફસાઈ ગયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બંને ચાલકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને આખરે બે લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને ચાલકોની ઓળખ ઉસ્માનગની આધમ અને અબ્દૃુલ સતાર હજામ તરીકે થઈ છે, જેમનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું છે.

હાલ આ ભયાનક અકસ્માતનો કાળજું કંપાવતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ અકસ્માતગ્રસ્ત ટેક્ધરથી સેંકડો મીટર દૃૂર ઉભો છે, ત્યારે આટલું અંતર હોવા છતાં આગની ઝપેટમાં આવેલા ટેક્ધરમાં થયેલા બ્લાસ્ટના ધડાકાનો અવાજ ભયાનક રીતે સંભળાઈ રહૃાો છે. આટલું જ નહીં, હાઈવે પર ટેક્ધરમાં આગ લાગતા આકાશમાં ચારેય બાજુ ધૂમાડાના ગોટેગોટા ફેલાયા છે અને કાળા ડિબાંગ વાદળો ફેલાયા છે.

ઘટનાની જાણ થતાં જ નલિયા એરફોર્સના અગ્નિશમન દળ (ફાયર બ્રિગેડ)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દૃોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત દૃોઢથી બે કલાકની ભારે જહેમત બાદ ટેક્ધરમાં લાગેલી ભયાનક આગ પર કાબૂ મેળવ્યો હતો. હાઈવે પર થયેલા આ મોટા અકસ્માત અને બ્લાસ્ટના કારણે બંને બાજુનો વાહન વ્યવહાર થંભી ગયો હતો અને માર્ગ પર દૃોઢથી બે કલાક સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ મામલે સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવીને કાયદૃેસરની કાર્યવાહી શ‚ કરી હતી, ત્યારે પોલીસે બંને ચાલકોના મૃતદૃેહોને કબજે કરીને તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે અકસ્માતમાં મોતને ભેટનાર ડ્રાઈવરોની ઓળખ ઉસ્માનગની આધમ અને અબ્દૃુલ સતાર તરીકે થતા તેમના પરિવારને સમગ્ર બનાવ અંગે જાણ થતા આ ભયાનક ઘટનાને પગલે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.