કૌટુંબિક મામાએ ભાણેજ સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં નાંખી મરચાની ભૂકી

ઓલપાડ, વાત કરીએ એક એવા શેતાન ચહેરાની જેના કારનામા સાંભળી તમે પણ ફિટકાર વરસાવશો. જોઈ લો ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા આ યુવાનને ચહેરાથી માસુમ દેખાય છૅ પણ એણે એવું કૃત્ય આચાર્યું છૅ જેના થી શેતાન પણ શરમાઈ જાય.. એક તો પોતે પરણિત હોવા છતાં ગામની કોટુંબિક ભાણેજ પર નજર બગાડી તેને પ્રેમ જાળ માં ફસાવી અને તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય આચાર્યું. હદ તો ત્યારે થઇ ભાણેજ સાથે દુષકૃત્ય આચાર્ય બાદ તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી માનસિક આનંદ લેતો રહ્યો.

આરોપી નિકુંજ પરણિત છૅ. તે પણ પ્રેમલગ્ન કર્યા હતા. અને પ્રેમ લગ્ન કર્યા બાદ પણ નજર પોતાની કોટુંબિક ભાણેજ પર બગાડી જેને આરોપી રખાત તરીકે રાખવા માંગતો હતો. અને તેને પ્રેમજાળમાં ફસાવી ૨૦૨૦માં ભગાવી ગયો હતો. ત્યારે યુવતીના માં બાપે રાંદેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપી યુવતીને અલગ અલગ જગ્યા પર લઇ જઈ ત્રાસ ગુજારતા યુવતી પોતાના ગામ દેલાસા આવી ગઈ હતી. જેની ખાર રાખી આરોપીએ યુવતીને માર મારી તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખતા યુવતી ની તબિયત બગડતા તેને સુરત સારવાર માટે ખસેડી હતી.

યુવતીને સુરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીને તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા પોલીસે યુવતીના નિવેદન લીધા હતા અને ગંભીર ઘટના મામલે ઓલપાડ પોલીસે વધુ પૂછપરછ હાથધરી હતી. ઓલપાડ પોલીસે આરોપી નિકુંજ સામે દુષ્કર્મ, સારિણીક તેમજ માનસિક હેરાનગતિ સહિત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.

ઓલપાડ પોલીસે ગણતરી ના કલાકોમાં આરોપી ને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. હાલતો આરોપી તેના કારસ્તાન ના કારણે જેલની હવા ખાઈ રહ્યો છૅ. આ નરાધમ યુવાને સબંધો નું ખૂન કર્યું અને મામા, ભાણીના પવિત્ર સબંધો પણ અપવિત્ર કર્યા. આવા નરાધમોને કાયદો સજા કરશે પણ સમાજ માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છૅ.