ગોધરા તાલુકાના કોટડા-ચંચોપા ચોકડી પાસે ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલકનું મોત

ગોધરા તાલુકાના કોટડા-ચંચોપા ચોકડી પાસે રોડ પર ટ્રેકટર ચાલક પોતાના કબ્જાનું ટ્રેકટર પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક નંબર જીજે.૧૭.સીડી.૫૫૫૯ને ટકકર મારી ૫૦ વર્ષીય વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.

ગોધરા તાલુકાના કોટડા ગામે રહેતા ભુપતભાઈ દલસુખભાઈ બારીયા ઉ.વ.૫૦ જે પોતાની બાઈક નંબર જીજે.૧૭.સીડી.૫૫૫૯ લઈને કોટડા-ચંચોપા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રેકટરના ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક ચાલક ભુપતભાઈ બારીયાને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર માટે ખસેડવામાં આવતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવી ટ્રેકટર ચાલક વાહન લઈ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.